ECI દ્વારા 6 રાજ્યોમાં SIR સમયમર્યાદા લંબાવાઈ
ગુજરાતમાં SIR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર,ડ્રાફ્ટ મતદાર યાદી હવે 19 ડિસેમ્બરે

SIR સમયમર્યાદા લંબાવાઈ

SIR સમયમર્યાદા લંબાવાઈ
ECI નો મોટો નિર્ણય: 6 રાજ્યોમાં SIR માટે સમયમર્યાદા લંબાઈ
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) ની પ્રક્રિયા માટે સમયમર્યાદા લંબાવવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતીઓ ધ્યાનમાં લઈને, ECI એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને અંદામાન-નિકોબાર ટાપુઓ માટે સુધારેલું શેડ્યૂલ જાહેર કર્યું છે.
ગુજરાત માટે નવી તારીખો:
ગુજરાતમાં SIR ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૧ ડિસેમ્બરથી લંબાવીને ૧૪ ડિસેમ્બર કરવામાં આવી છે. આ ઉપરાંત, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવાની તારીખ પણ ૧૬ ડિસેમ્બરને બદલે હવે ૧૯ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
અગાઉ આ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ ડિસેમ્બર અને ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ ૧૬ ડિસેમ્બર હતી. જોકે, જુદા જુદા રાજ્યોની જરૂરિયાત મુજબ હવે નવી તારીખો નક્કી કરવામાં આવી છે.

અન્ય રાજ્યોમાં સ્થિતિ:
ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, અને ત્યાં ૧૬ ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જાહેર કરાશે. આ રાજ્યોની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેરળ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ડિસેમ્બર અને ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ ૨૩ ડિસેમ્બર યથાવત રાખવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ