કોલકાતામાં જુનિયર મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં ગુજરાતના ડોક્ટરોની હડતાળ
હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ 24 કલાક બંધ રાખી IMAની હડતાળને સમર્થન

Doctors strike in Gujarat against the killing of a junior female doctor in Kolkata

Doctors strike in Gujarat against the killing of a junior female doctor in Kolkata
કોલકાતાની આર.જી.કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરમાં 24 કલાકની હડતાળ જાહેર કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળને ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સમર્થન જાહેર કરી સંપૂર્ણ રીતે બંધ રાખી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખી ડોક્ટરો હડતાળમાં જોડાયા છે.
રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોલકાતાની ઘટનાના વિરોધમાં બંધ રાખવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આપેલા બંધના એલાનને સમર્થન આપીને ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરમાં આઈએમએના સભ્યોએ બેનરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
અમદાવાદ શહેરમાં અંદાજે 1 હજાર જેટલા ડોક્ટરોએ રેલી કાઢી વિરોધ કર્યો હતો. આઈએમએની હડતાળને આયુર્વેદ ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે.
વડોદરાની સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોની બીજા દિવસે પણ હડતાળ યથાવત છે. શહેરની 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાથી અળગા રહ્યા છે.
ગુજરાત આયુર્વેદિક એસોસિએશનનું બંધને સમર્થન :
કોલકાતાની ઘટનાના વિરોધમાં ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ હડતાળને સમર્થન આપ્યું છે. રાજ્યના 25 હજારથી વધુ આયુર્વેદ ડોક્ટરોએ બંધનું એલાન આપ્યું છે. પીડિતાને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
અમદાવાદના ડોક્ટરોએ જણાવ્યુ કે કોલકાતાની ઘટનાના વિરોધમાં હોસ્પિટલો બંધ રાખી છે. શહેરના 13 હજાર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર છે. હોસ્પિટલમાં ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ અને કોલકાતાની ઘટનામાં પીડિતાને ન્યાય મળવો જોઈએ. ડોક્ટરો માટે સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનાવવાની અમારી માંગ છે.
રાજકોટના રેસિડેન્ટ ડોક્ટર્સે કરેલી હડતાલના સમર્થનમાં IMA જોડાયું છે. રાજકોટના ડોક્ટરોએ કહ્યુ કે, દિવસ IMAના તમામ તબીબો OPD અને સર્જરીથી દૂર રહેશે. દરેક જગ્યાએ ઇમર્જન્સી સેવા ચાલુ છે. દેશમાં 60 ટકા મહિલા તબીબો સેવા આપે છે અને 40 ટકા પુરુષ તબીબો સેવા આપે છે. સરકાર કે પક્ષ સામે વિરોધ નથી. પીડિત પરિવારને ન્યાય અપાવવા, આરોપીઓને કડકમાં કડક સજા કરાવવા અને ફરી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો વિરોધ નોંધાવી રહ્યા છીએ.
રાજ્યની ખાનગી હોસ્પિટલોના 30 હજાર ડોક્ટરો હડતાળમાં જોડાયા :
રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં શનિવારે સવારના 6 વાગ્યાથી રવિવારે 6 વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. આથી હજારો દર્દીઓની સર્જરી રદ કરવામાં આવી છે. અમદાવાદની 1500 ખાનગી હોસ્પિટલોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખીને અન્ય સેવાઓ બંધ રાખી છે. હડતાળના કારણે શનિવારની અંદાજે 2 હજાર પ્લાન્ડ સર્જરી અને 15 હજાર ઓપીડી રદ થશે. હડતાળમાં રાજ્યની ખાનગી હોસ્પિટલોના 30 હજાર ડોક્ટરો જોડાયા છે.
અસારવા સિવિલ અને સોલા સિવિલના 1500 ડોક્ટર્સ હડતાળ પર :
અસારવા સિવિલ અને સોલા સિવિલના 1500 ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે સિવિલમાં દૈનિક સરેરાશ 90 પ્લાન્ડ સર્જરીમાંથી 50 ટકા રદ કરવી પડી છે. બંને હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવેલા દર્દીઓની લાંબી લાઈન લાગી હતી. તેના કારણે દર્દીઓએ લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?