મધ્યપ્રદેશમાં જર્જરિત પુલ ધરાશાયી,10 દટાયા
બરેલી-પિપરિયા હાઇવે પર જૂનો પુલ તૂટ્યો, સરકારી બેદરકારીથી મોટી દુર્ઘટના

મધ્યપ્રદેશ પુલ દુર્ઘટના

મધ્યપ્રદેશ પુલ દુર્ઘટના
મધ્યપ્રદેશના રાયસેલ જિલ્લામાં સોમવારે સવારે સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક ગંભીર દાખલો સામે આવ્યો છે. બરેલી તાલુકામાં આવેલા બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર નયાગાંવ નજીકનો પુલ અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. પુલ તૂટી પડતાં તેના કાટમાળ નીચે કુલ 10 લોકો દટાયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ પુલ લગભગ 50 વર્ષ જૂનો હતો અને લાંબા સમયથી ખસ્તા હાલતમાં હતો. છતાં તેને પુનઃનિર્માણ કરવાની જગ્યાએ ઉપર માત્ર નવો રોડ પાથરીને વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જોખમી સ્થિતિ હોવા છતાં પુલની નીચે સમારકામ માટે શ્રમિકો કામ કરી રહ્યા હતા અને ઉપરથી વાહનો અવરજવર કરતા રહ્યા.
સોમવારે સવારે પુલનો એક ભાગ તૂટી પડતાં ઉપર બાઈક પર જઈ રહેલા લોકો નીચે ખાબક્યા અને નીચે કામ કરતા મજૂરો કાટમાળમાં ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પ્રશાસન અને પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં એકની સ્થિતિ ગંભીર હોવાથી તેને ભોપાલ રિફર કરાયો છે.
પ્રશાસન દ્વારા પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક લોકોમાં સરકારી એજન્સીઓની કાર્યપ્રણાલી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે, જો સમયસર પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ટાળી શક્યા હોત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ