સ્વિગી-ઝોમેટો-એમેઝોન ડિલિવરી વર્કર્સની હડતાળ
નવા વર્ષ પૂર્વસંધ્યાએ ઓર્ડરમાં મુશ્કેલીની શક્યતા, ૧ લાખથી વધુ વર્કર્સ જોડાયા

ડિલિવરી વર્કર્સની હડતાળ

ડિલિવરી વર્કર્સની હડતાળ
નવા વર્ષ ૨૦૨૬ની ઉજવણી પહેલા દેશભરમાં ઓનલાઈન ફૂડ અને શોપિંગ ડિલિવરીમાં મોટી મુશ્કેલી આવી શકે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ અને બ્લિંકિટ જેવી કંપનીઓના ડિલિવરી વર્કર્સે ૩૧ ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઈન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સના નેતૃત્વમાં આ હડતાળ ચાલી રહી છે. યુનિયનોનો દાવો છે કે ૧ લાખથી વધુ વર્કર્સ આજે એપ પર લોગઈન નહીં કરે અથવા ખૂબ જ ઓછા સમય માટે સક્રિય રહેશે.
આ હડતાળની અસર દિલ્હી, મુંબઈ, પુણે, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, લખનઉ, જયપુર, ઈન્દોર અને પટના જેવા મેટ્રો અને ટિયર-૨ શહેરોમાં જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના પ્રાદેશિક યુનિયનોએ પણ આમાં ભાગ લીધો છે. અગાઉ નાતાલના દિવસે પણ આવી જ હડતાળ કરવામાં આવી હતી.
હડતાળનું મુખ્ય કારણયુનિયનોનું કહેવું છે કે કંપનીઓના '૧૦ મિનિટ ડિલિવરી' મોડેલને કારણે વર્કર્સ રસ્તા પર અકસ્માતનો શિકાર બની રહ્યા છે. વર્કર્સ ટાઢ, તડકો અને વરસાદમાં દિવસ-રાત કામ કરે છે, પરંતુ તેમને યોગ્ય વેતન, અકસ્માત વીમો, આરોગ્ય વીમો કે પેન્શન જેવી સામાજિક સુરક્ષા મળતી નથી. આઈડી બ્લોક કરવા પર પણ કોઈ પ્રક્રિયા નથી અને પારદર્શક વેતન માળખું નથી.
વર્કર્સની મુખ્ય માંગણીઓ:આ ઘટના તાજા અપડેટ્સ અનુસાર છે, હડતાળની અસર નવા વર્ષની પાર્ટીઓ અને ઓનલાઈન ઓર્ડર્સ પર જોવા મળી રહી છે, અને વર્કર્સની માંગણીઓને લઈ વાતચીત ચાલુ છે. કંપનીઓએ હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ