2026થી દિલ્હી-NCRમાં નવા પેટ્રોલ-ડીઝલ ટેક્સી-વાહનો પર પ્રતિબંધ
દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે 1 જાન્યુઆરી, 2026થી કોઈપણ નવા પેટ્રોલ કે ડિઝલ વાહનોને ટેક્સી, ડિલિવરી કે કૉમર્શિયલ કાર તરીકે નોધી શકા ...

દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા

દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા
દિલ્હી-NCRમાં વધતું વાયુ પ્રદૂષણ રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2026થી કેબ એગ્રીગેટર, ડિલિવરી અને E-કોમર્સ કંપનીઓ તેમના કાફલામાં નવા પેટ્રોલ કે ડીઝલ વાહનો ઉમેરી શકશે નહીં. આ નિર્ણય મુજબ હવે ફક્ત CNG કે ઇલેક્ટ્રિક વાહનોને જ નવી નોંધણી માટે મંજૂરી મળશે. આ આદેશ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા જાહેર કરાયો છે અને તેનું લક્ષ્ય દિલ્હી-NCRમાં ઝીરો એમિશન ટ્રાન્સપોર્ટ ઝોન તરફ લઈ જવાનું છે.
કેમ લાગુ પડશે પ્રતિબંધ?
પ્રતિબંધ ફક્ત ટેક્સી સુધી સીમિત નહીં રહેશે. આ હેઠળ ઓલા, ઉબેર જેવી કેબ સર્વિસ, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી ડિલિવરી કંપનીઓ, ઝોમેટો-સ્વિગી જેવી ફૂડ ડિલિવરી બાઇક્સ તેમજ નાના અને મધ્યમ વાણિજ્યિક વાહનો (LCV) સહિત તમામ વાહનો આવરી લેવાશે.
સરકારી પોર્ટલ પર નોંધણી ફરજિયાત
CAQMએ જણાવ્યું છે કે, આ તમામ કંપનીઓએ તેમના તમામ વાહનોની માહિતી સરકારી પોર્ટલ પર ફરજિયાત નોંધાવવી પડશે. આ પગલાથી પ્રદૂષણ ફેલાવતા વાહનોનું નિયંત્રણ વધુ અસરકારક રીતે કરી શકાશે.
આ મુદ્દા પણ છે મહત્વપૂર્ણ
આ નિર્ણય દિલ્હી સરકારની 2023ની "મોટર વ્હીકલ એગ્રીગેટર અને ડિલિવરી સર્વિસ સ્કીમ"નું વિસ્તૃત રૂપ છે. 25 કે તેથી વધુ વાહનો ધરાવતી કંપનીઓ માટે સંપૂર્ણ નોધણી ફરજિયાત રહેશે. આ વલણ EV નીતિ 2030ના લક્ષ્યો તરફ એક મોટું પગલું ગણાશે.
અન્ય રાજ્યો માટે પણ સૂચન
CAQMએ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોને પણ તેમના શહેરો જેમ કે ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદમાં આ જ નીતિ લાગુ કરવા કહ્યું છે, જેથી સમગ્ર NCR વિસ્તારમાં સમાન હવામાન સુધારાનો લાભ મળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ