દિલ્હી: કરોલબાગમાં ગેરકાયદે મોબાઇલ ફેક્ટરી ઝડપાઈ
જૂના-સ્ક્રેપ ફોનમાંથી નવા પાર્ટ્સ સાથે એસેમ્બલિંગ કરાતું હતું, 'સાઇબરહૉક' ઓપરેશન સફળ

કરોલબાગમાં ગેરકાયદે મોબાઇલ ફેક્ટરી ઝડપાઈ

કરોલબાગમાં ગેરકાયદે મોબાઇલ ફેક્ટરી ઝડપાઈ
દિલ્હી પોલીસે ગેરકાયદેસર મોબાઇલ ફોન નિર્માણ અને નંબર બદલવા સામે ચાલી રહેલા 'ઓપરેશન સાઇબરહૉક' હેઠળ એક મોટી કાર્યવાહી કરી છે. દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં ચાલી રહેલા એક મોટા પાયાના ગેરકાયદેસર યુનિટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 1,826 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા માલની કિંમત લાખો રૂપિયામાં જાણવા મળેલ છે.
કરોલ બાગ પોલીસ સ્ટેશન દ્વારા બે અઠવાડિયાની સઘન દેખરેખ અને ગ્રાઉન્ડવર્ક બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, બીડનપુર, કારોલ બાગ ખાતેની એક ઇમારતના ચોથા માળે 'આદિત્ય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એસેસરીઝ' નામનું યુનિટ ચાલતું હતું.
તપાસ દરમિયાન જૂના/વપરાયેલા મોબાઇલ ફોનના મધરબોર્ડનો ઉપયોગ કરીને, તેને ચીનથી આયાત કરાયેલા નવા મોબાઇલ બોડી પાર્ટ્સ સાથે એસેમ્બલ કરવામાં આવતા હતા. ત્યાં હાજર પાંચ વ્યક્તિઓ મોબાઇલ ફોન એસેમ્બલિંગ અને લેપટોપ તથા વિશેષ સોફ્ટવેરનો ઉપયોગ કરીને IMEI નંબર બદલતા પકડાયા હતા.
2 વર્ષથી ચાલતું હતું કૌભાંડ
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ યુનિટના માલિક અશોક કુમાર (45) અને તેના ચાર સહયોગીઓ રામનારાયણ, ધર્મેન્દ્ર કુમાર, દીપાંશુ અને દીપક તરીકે થઈ છે.
પોલીસની પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે તેઓ સ્થાનિક ડીલરો પાસેથી સ્ક્રેપ (ભંગાર) મોબાઇલ ફોન ખરીદતા હતા અને નવા ફોનના બોડી પાર્ટ્સ ચીનથી આયાત કરતા હતા. ત્યારબાદ તેઓ 'WRITEIMEI 0.2.2' નામના વિશેષ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આ ફોનના IMEI નંબર બદલી નાખતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકી લગભગ બે વર્ષથી આ ગેરકાયદેસર ઓપરેશન ચલાવી રહી હતી અને દિલ્હીના બજારોમાં વિવિધ ચેનલો દ્વારા આ બદલાયેલા ઉપકરણો સપ્લાય કરતી હતી. જપ્ત કરાયેલા સામાનમાં 1,826 મોબાઇલ ફોન, હજારો ફોનના બોડી પાર્ટ્સ, IMEI લેબલ્સ, લેપટોપ અને સ્કેનિંગ સાધનોનો સમાવેશ થાય છે.
DCP નિધિન વલ્સને જણાવ્યું કે, મધરબોર્ડના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને સંભવિત ખરીદદારોની વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ