મુસાફરો માટે લેવાયો નિર્ણય
ભારતીય રેલવે તહેવારોમાં દોડાવશે 16 સ્પેશિયલ ટ્રેન

16 સ્પેશિયલ ટ્રેન

16 સ્પેશિયલ ટ્રેન
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વતનથી દૂર અમદાવાદ ખાતે નોકરી ધંધા અર્થે વસવાટ લોકો માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધે છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર 21 ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમિયાન અમદાવાદથી 16 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ વખત દોડાવવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ ભારતીય રેલવે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં આ મોટો નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદથી ગ્વાલિયર (ટ્રેન નંબર 09411) વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 19, 26 ઓક્ટોબર અને 02 નવેમ્બર 2024 (શનિવાર) ના રોજ અમદાવાદથી રાત્રે 08.25 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 01.00 વાગે ગ્વાલિયર પહોંચશે. આ પ્રમાણે ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 20, 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2024 (રવિવાર) ના રોજ ગ્વાલિયરથી 04.30 વાગે ઉપડશે તથા બીજા દિવસે સવારે 09.05 વાગે અમદાવાદ પહોંચશે.
અમદાવાદથી પટના, કાનપુર, દરભંગા જવા માટે વિશેષ ટ્રેન
આ ઉપરાંત અમદાવાદથી પટના વચ્ચે (ટ્રેન નંબર 09447 અને 09493), સાબરમતીથી પટના (ટ્રેન નંબર 09405 ), અમદાવાદથી દરભંગા (ટ્રેન નંબર 09465), અમદાવાદથી દાનાપુર (ટ્રેન નંબર 09417 અને 09457), અમદાવાદથી આગરા (ટ્રેન નંબર 04166, 04168 અને 01920), અમદાવાદથી તિરુચિરાપલ્લી ((ટ્રેન નંબર 09419) અમદાવાદથી બરૌની ( (ટ્રેન નંબર 09413 ), અમદાવાદથી કાનપુર ((ટ્રેન નંબર 01906), સાબરમતીથી સીતામઢી ((ટ્રેન નંબર 09421 ), સાબરમતીથી હરિદ્વાર ((ટ્રેન નંબર 09425), ગાંધીધામથી ભાગલપુર ((ટ્રેન નંબર 09451 ) અને ગાંધીધામથી બાંન્દ્રા ((ટ્રેન નંબર 09416) દોડાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?