દેહરાદૂનમાં વાદળ ફાટ્યું: 100 લોકોનું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટ્યું
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું
ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે, 15 સપ્ટેમ્બરે મોડી રાત્રે સહસ્ત્રધારાના કાર્લીગાડ વિસ્તારમાં થયેલા વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં 2થી 3 મોટી હોટેલો અને 7થી 8 દુકાનોને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 2 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા તત્કાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ લગભગ 100 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડીને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. હાલમાં પણ SDRF, NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા શોધ અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું
IT પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી પડ્યો
આ દુર્ઘટના બાદ દેહરાદૂન જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. IRS સિસ્ટમ સાથે જોડાયેલા વિભાગો પણ સક્રિય થઈ ગયા છે. આજે સવારે દેહરાદૂનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. IT પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી પડવાથી સોંગ નદીનું જળસ્તર ખૂબ વધી ગયું છે.
લોકોને સુરક્ષિત સ્થળે ખસવા ચેતવણી
જેના કારણે પોલીસે નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી આપી છે. મસૂરીમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મસૂરી-દેહરાદૂન માર્ગ પર પાની વાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી રસ્તો બંધ થઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

8 વર્ષનું બાળક નદીમાં તણાયું અને તેને બચાવવા ચાર લોકો પાણીમાં કૂદી પડ્યા...

સુપ્રીમ કોર્ટમાં દવાના ભાવને લઈને એવો સવાલ ઉઠ્યો કે આખો મામલો ચર્ચામાં આવ્યો

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?