રાજસ્થાનના કોટામાં રાવણનું પૂતળું ઉભું કરતી વખતે અફરાતફરીનો મહોલ સર્જોયા
કોટાના દશેરા મેદાનમાં રાવણ દહન પહેલા મેળો ભરાય છે અહીં રાવણ દહન રાષ્ટ્રીય સ્તરનું છે.

રાવણ દહન

રાવણ દહન
શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના કોટામાં દશેરાના મેળામાં રાવણનું પૂતળું ઉભું કરતી વખતે ક્રેનનો પટ્ટો અચાનક તૂટી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ક્રેનનો પટ્ટો તૂટવાના કારણે રાવણના પૂતળાનો એક ભાગ વૃક્ષ પર પડી ગયો હતો. આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનશીબે, નીચે કોઈ વ્યક્તિ ઊભી ન હતી, નહીં તો કોઈ મોટો અકસ્માત થઈ શક્યો હોત.
ખરેખર તો રાવણનું પૂતળું ઊભું કરવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કુંભકરણ અને મેઘનાથનાં પૂતળાં પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યાં હતાં. રાવણનું પૂતળું ઊભું કરતી વખતે હળવો વરસાદ શરૂ થયો અને ક્રેન સાથે તેની કમરનો એક ભાગ જોડવામાં આવી રહ્યો હતો કે તરત જ અચાનક પટ્ટો તૂટી ગયો. અકસ્માતની માહિતી મળતા મેળા સમિતિના ચેરમેન અને નગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અકસ્માત બાદ કોર્પોરેશનના અધિકારીએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રાવણના ગળા અને કમરના ભાગમાં રહેલા વાંસ અને દોરડા તૂટી ગયા છે. તે સુધારી લેવામાં આવ્યું હતું. આજે બપોર પહેલા રાવણનું સંપૂર્ણ નિર્માણ થઈ જશે, જેથી સાંજે રાવણ દહન કરવામાં આવે.
વિજયા દશમીના દિવસે આજે દેશના અનેક વિસ્તારોમાં રાવણના પૂતળા દહન કરવામાં આવશે. આ તહેવારને અનિષ્ટ ઉપર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. સાંજે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. રાવણના પુતળા દહનની પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નથી રાખતી, પરંતુ તે સમાજમાં સકારાત્મક સંદેશા પણ ફેલાવે છે.
--આઈએએનએસ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?