રેલવે ટિકિટ બુકિંગમાં ફેરફાર: આધાર લિંક ફરજિયાત
IRCTCનો નવો નિયમ: હવે આધાર કાર્ડ વગર ટિકિટ બુક કરાવવામાં પડશે મુશ્કેલી, જાણો સમયરેખા

રેલવે ટિકિટ

રેલવે ટિકિટ
ભારતીય રેલવે દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. IRCTC હવે તમામ યુઝર્સ માટે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત કરી રહ્યું છે. અગાઉના નિયમ મુજબ, આધાર લિંક ધરાવતા યુઝર્સને અગ્રતા આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં તબક્કાવાર મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે.
નવા નિયમો અને સમયરેખા :
રેલવે દ્વારા આ ફેરફારો અમલમાં મૂકવા માટે ચોક્કસ તારીખો નક્કી કરવામાં આવી છે:
29 ડિસેમ્બરથી: સવારે 8 વાગ્યાથી બપોર સુધી માત્ર એ જ યુઝર્સ ટિકિટ બુક કરી શકશે જેમનું એકાઉન્ટ આધાર સાથે લિંક હશે.
5 જાન્યુઆરીથી: આ મર્યાદા વધારી દેવામાં આવશે. સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી માત્ર આધાર લિંક ધરાવતા લોકો જ બુકિંગ કરી શકશે.
12 જાન્યુઆરીથી: આ નિયમ સંપૂર્ણપણે લાગુ થઈ જશે. સવારથી મધ્યરાત્રિ સુધી આખો દિવસ માત્ર આધાર કાર્ડ લિંક હોય તેવા યુઝર્સ જ ટિકિટ બુક કરાવી શકશે.
કેમ લેવાયો આ નિર્ણય ?
IRCTC દ્વારા આ ફેરફાર પાછળ મુખ્ય હેતુ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ અટકાવવાનો છે. ઘણીવાર ટ્રાવેલ એજન્ટ્સ બલ્કમાં ટિકિટ બુક કરી લેતા હોય છે, જેના કારણે સામાન્ય મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતી નથી. આધાર લિંક થવાથી માત્ર જેન્યુન કસ્ટમર જ બુકિંગ કરી શકશે અને બોગસ એકાઉન્ટ્સ પર લગામ આવશે. આ સિસ્ટમ દ્વારા ઓનલાઇન રિઝર્વેશન પ્રક્રિયાને વધુ પ્રામાણિક અને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ