એરપોર્ટ પર વિદેશી મહિલા સાથે દુર્વ્યવહારનો કેસ
એરપોર્ટ સ્ટાફે ચેકિંગના નામે વિશ્વાસઘાત, પુરુષ વોશરૂમ પાસે લઈ જઈ અયોગ્ય સ્પર્શનો આરોપ..

એરપોર્ટ પર વિદેશી મહિલા સાથે દુર્વ્યવહાર

એરપોર્ટ પર વિદેશી મહિલા સાથે દુર્વ્યવહાર
બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કોરિયન મહિલા પ્રવાસી સાથે થયેલી શરમજનક ઘટના સામે આવતા એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રથમ વખત ભારત આવેલી કોરિયન પ્રવાસી કિમ સુંગ ક્યૂંગે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા યૌન દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
પ્રવાસીએ જણાવ્યું કે ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક પુરુષ સ્ટાફે તેમની પાસે આવી બેગમાંથી ‘બીપ’ અવાજ આવતો હોવાની વાત કહીને વ્યક્તિગત ચેકિંગ માટે અલગ લઈ ગયો હતો. સ્ટાફની વર્તણૂક વ્યાવસાયિક લાગતી હોવાથી તેણીએ વિશ્વાસ રાખ્યો હતો.
પરંતુ એરપોર્ટના પુરુષ વોશરૂમ નજીક લઈ જઈ શરીર તપાસના બહાને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હોવાનો તેણીનો આરોપ છે. ઘટના બાદ સ્ટાફે અચાનક તેમને ગળે લગાવતા તેણીને કંઈક ખોટું થઈ રહ્યું હોવાનો અહેસાસ થયો.
પછી તેણે પોતાને સુરક્ષિત રાખીને સિંગાપોર એરલાઇન્સના સ્ટાફનો સંપર્ક કર્યો. સ્ટાફે તાત્કાલિક આ કાર્યવાહી અસામાન્ય હોવાનું કહી ફરિયાદ નોંધાવવામાં મદદ કરી. એરપોર્ટ પોલીસ દ્વારા CCTV ફૂટેજ તપાસતા આરોપીનું કૃત્ય કેમેરામાં કેદ થયેલું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે એર ઇન્ડિયા SATS સાથે જોડાયેલા ગ્રાઉન્ડ સ્ટાફ મોહમ્મદ અફાનની ધરપકડ કરવામાં આવી છે. કંપનીએ ઘટનાને અક્ષમ્ય ગણાવી કર્મચારીને તાત્કાલિક બરતરફ કર્યો હોવાનું જાહેર કર્યું છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આંતરિક તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ વિદેશી પ્રવાસીઓની સુરક્ષા અને એરપોર્ટ પરની આંતરિક ચેકિંગ પ્રક્રિયા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ