ઉત્તરાખંડમાં લગ્ન બાદ જાનૈયાની ગાડીનો અકસ્માત!!
નિયંત્રણ ગુમાવતા બોલેરો વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 5ના મોતમાં 6 વર્ષનો બાળકનો પણ સામેલ..

ઉત્તરાખંડમાં જાનૈયાની ગાડીનો અકસ્માત

ઉત્તરાખંડમાં જાનૈયાની ગાડીનો અકસ્માત
ઉત્તરાખંડના લોહાઘાટ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થતાં આખો વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. જાનૈયાઓથી ભરેલી એક બોલેરો કાર અચાનક અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ જાન ચંપાવાત જિલ્લાના પાટી બ્લોક સ્થિત બાલાતડી ગામથી ગણાઈ ગંગોલીના સેરાઘાટ તરફ પરત ફરી રહી હતી. લગ્ન સમારોહ 4 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો હતો અને પરત ફરતી વખતે બારાકોટ પાસેના બાગધાર વિસ્તારમાં બોલેરો વાહન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ વાહન ચાલક દ્વારા નિયંત્રણ ગુમાવવું અથવા રસ્તાની સ્થિતિ મુખ્ય કારણ હોઈ શકે છે.
આ કરુણ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે: પ્રકાશ ચંદ ઉનિયાલ (40), કેવલ ચંદ્ર ઉનિયાલ (35), સુરેશ નૌટિયાલ (32), ભાવના ચૌબે (28) અને ભાવનાનો પુત્ર પ્રિયાંશુ ચૌબે (6).
ઘાયલ થયેલા પાંચ લોકોમાં ડ્રાઇવર દેવીદત્ત પાંડેય (38), ધીરજ ઉનિયાલ (12), રાજેશ જોશી (14), ચેતન ચૌબે (5) અને ભાસ્કર પંડાનો સમાવેશ થાય છે. કેટલાક ગંભીર ઘાયલોને વધુ સારી સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવી શકે છે.
પોલીસનું પડકારજનક રેસ્ક્યુ ઓપરેશન
અકસ્માતની જાણ થતાં જ લોહાઘાટ પોલીસ અને SDREફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ખાઈની ઊંડાઈ અને રસ્તાની દુર્ગમતાને કારણે બચાવ અભિયાન ખૂબ જ પડકારજનક રહ્યું હતું. ટીમે દોરડા અને સાધનોની મદદથી ઘાયલોને બહાર કાઢીને લોહાઘાટની પેટા જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. સઘન પ્રયાસો બાદ પાંચેય મૃતકોના મૃતદેહને પણ ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાએ પહાડી વિસ્તારોમાં માર્ગ સલામતીના ગંભીર પડકારને ફરી એકવાર સામે લાવી દીધો છે. સ્થાનિકોએ આ માર્ગ પર મજબૂત બેરિયર અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે. લગ્નની ખુશીનો માહોલ અચાનક ભારે માતમમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ