બિહાર: ભાજપ નેતાની હત્યા બાદ સમસ્તીપુરમાં હિંસા
ભાજપ યુવા નેતા રૂપક સહનીની હત્યાથી રોષે ભરાયેલા ટોળાએ આરોપીઓના ઘર અને દુકાનોમાં આગ ચાંપી

સમસ્તીપુર હિંસા

સમસ્તીપુર હિંસા
બિહારના સમસ્તીપુર જિલ્લામાં રાજકીય હિંસાની એક ગંભીર ઘટના સામે આવી છે. ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રૂપક સહનીની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે સાંજે બનેલી આ ઘટનાના વિરોધમાં ગુરુવારે સ્થાનિક લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેમાં મોટા પાયે તોડફોડ અને આગચંપી જોવા મળી હતી.
હિંસક વિરોધ અને સંપત્તિને નુકસાન :
હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ રોષે ભરાયેલા ટોળાએ સમસ્તીપુર-રોસડા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો. આશરે 24 કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ હત્યાના આરોપીઓના રહેણાંક મકાનો, ટ્રેક્ટર અને શાદીપુર ઘાટ પાસે આવેલી અનેક દુકાનોને આગના હવાલે કરી દીધી હતી. હિંસા એટલી તીવ્ર હતી કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ત્રણ આરોપીઓની ધરપકડ :
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સોનુ ચૌધરી, મોનુ ચૌધરી અને હરિ ઠાકુર નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી વાંધાજનક સામગ્રી અને જીવતા કારતુસ મળી આવ્યા છે. હાલ શાદીપુર ગામમાં શાંતિ જાળવવા માટે અડધો ડઝન પોલીસ સ્ટેશનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને સમગ્ર ગામ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
તંત્ર પર બેદરકારીના આક્ષેપ :
મૃતકના પરિવારે આ ઘટના માટે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂપક સહનીએ અગાઉ અનેકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરી હતી કે તેમના જીવને જોખમ છે. જો સમયસર સુરક્ષા પૂરી પાડવામાં આવી હોત અથવા ફરિયાદ પર ધ્યાન અપાયું હોત તો આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત. હાલ પોલીસે કુલ સાત નામજોગ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ