NPS માં મોટો ફેરફાર: હવે 80% રકમ ઉપાડી શકાશે
PFRDA એ રિટાયરમેન્ટ ફંડના નિયમો બદલ્યા; ડિસેમ્બર 2025 થી નવા ફેરફારો અમલી બન્યા

નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર

નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર
કેન્દ્ર સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ના નિયમોમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ હવે નિવૃત્તિ સમયે તેમના કુલ ફંડમાંથી 80% રકમ એકસાથે ઉપાડી શકશે, જે મર્યાદા અગાઉ 60% હતી. આ ફેરફાર ડિસેમ્બર-2025 થી અમલમાં આવી ગયો છે અને તે કોર્પોરેટ NPS તથા ઓલ સિટીઝન મોડલના સભ્યોને લાગુ પડશે.
નવી જોગવાઈઓ અને પેન્શન પર અસર: અગાઉના નિયમ મુજબ, 60% રકમ ઉપાડી શકાતી અને બાકીની 40% રકમમાંથી એન્યુઇટી (માસિક પેન્શન) ખરીદવી પડતી હતી. હવે એન્યુઇટીનો હિસ્સો ઘટાડીને 20% કરી દેવાયો છે. જોકે, એન્યુઇટી માટે રોકાણ ઘટવાથી નિવૃત્તિ બાદ મળતું માસિક પેન્શન અગાઉની તુલનામાં ઓછું થઈ જશે.
રકમ મુજબ ઉપાડના નવા સ્લેબ: નિવૃત્તિ સમયે તમારા NPS ખાતાની કુલ જમા રકમના આધારે નીચે મુજબના નિયમો લાગુ પડશે:
₹8 લાખથી ઓછી રકમ: જો કુલ ભંડોળ ₹8 લાખથી ઓછું હોય, તો ખાતાધારક તમામ 100% રકમ એકસાથે ઉપાડી શકે છે. આવા કિસ્સામાં માસિક પેન્શન માટે એન્યુઇટી ખરીદવી ફરજિયાત નથી.
₹8 લાખથી ₹12 લાખની વચ્ચે: આ સ્થિતિમાં વધુમાં વધુ ₹6 લાખ એકસાથે ઉપાડી શકાશે. બાકીની રકમમાંથી ફરજિયાત એન્યુઇટી ખરીદવી પડશે અથવા આગામી 6 વર્ષ સુધી વ્યવસ્થિત રીતે (Systematic withdrawal) પૈસા ઉપાડવા પડશે.
₹12 લાખથી વધુ રકમ: કુલ રકમના 80% સુધીની રકમ એકસાથે ઉપાડી શકાશે, જ્યારે બાકીના 20% હિસ્સામાંથી ફરજિયાત પણે માસિક પેન્શન માટે એન્યુઇટી ખરીદવી પડશે.
અકાળે નિવૃત્તિ અને મૃત્યુના કિસ્સામાં નિયમો:
60 વર્ષ પહેલાં એક્ઝિટ: જો કોઈ સભ્ય 60 વર્ષની ઉંમર પહેલાં યોજનામાંથી બહાર નીકળે અને ફંડ ₹5 લાખથી ઓછું હોય, તો તે પૂરેપૂરી રકમ ઉપાડી શકે છે. જો ₹5 લાખથી વધુ હોય, તો માત્ર 20% રકમ જ એકસાથે મળશે અને બાકીની 80% એન્યુઇટીમાં જશે.
મૃત્યુના કિસ્સામાં: ખાતાધારકના અવસાન પર 100% રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે. નોમિની ઈચ્છે તો તે રકમમાંથી એન્યુઇટી ખરીદવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
સરકારના આ નિર્ણયથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે વધુ રોકડ રકમ (Lump sum) પ્રાપ્ત થશે, જે તેમને તાત્કાલિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ