બેરિયર-લેસ હાઈવે ટોલ કલેક્શન લાગુ થશે: નિતિન ગડકરી
1 વર્ષની અંદર દેશભરમાં ટોલ કલેક્શનની વર્તમાન સિસ્ટમ સમાપ્ત થઈ જશે

નિતિન ગડકરી

નિતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ ગુરુવારે લોકસભામાં પ્રશ્ન કાળ દરમિયાન મહત્વની જાહેરાત કરી કે, ટોલ કલેક્શનની વર્તમાન પ્રણાલી હવે એક વર્ષમાં સમાપ્ત થઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ટોલ સિસ્ટમનો અંત આવશે. ટોલના નામે તમને રોકનાર કોઈ નહિ હોય. 1 વર્ષની અંદર, દેશભરમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન લાગુ કરવામાં આવશે.
ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરાશે
નિતિન ગડકરીએ માહિતી આપી કે, આ નવી બેરિયર-લેસ ટોલ સિસ્ટમ હાલમાં 10 સ્થળોએ લાગુ કરવામાં આવી છે અને આગામી એક વર્ષની અંદર તેને સમગ્ર દેશમાં વિસ્તારવામાં આવશે, જેનાથી હાઈવે વપરાશકર્તાઓને સીમલેસ અનુભવ મળશે. ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે. આ એકીકૃત અને ઈન્ટરઓપરેબલ પ્લેટફોર્મ નવી ટોલ કલેક્શન સિસ્ટમનો મુખ્ય આધાર છે.
10 લાખ કરોડના 4500 હાઈવે પ્રોજેક્ટ્સ
NETCના કેન્દ્રમાં FASTag છે, જે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન આધારિત ઉપકરણ છે. આ ઉપકરણ વાહનના વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે, જેનાથી ટોલ પ્લાઝા પર વાહનને રોક્યા વિના વપરાશકર્તાના લિંક કરેલા એકાઉન્ટમાંથી ટોલ કલેક્શન આપમેળે થઈ જાય છે. નીતિન ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે, હાલમાં દેશભરમાં 10 લાખ કરોડના 4500 હાઈવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ