ડિસેમ્બર 2025માં બેંકો 18 દિવસ બંધ
RBIની તહેવારો અને રજાઓની સંપૂર્ણ યાદી, વાંચો વિગતો

ડિસેમ્બર 2025માં આ દિવસે બંધ રહેશે બેંકો

ડિસેમ્બર 2025માં આ દિવસે બંધ રહેશે બેંકો
વર્ષ 2025ના અંતિમ મહિનામાં પ્રવેશતા ડિસેમ્બરમાં દેશભરમાં તહેવારો, જયંતિઓ અને સ્થાનિક ઉત્સવોને કારણે બેંકો કુલ 18 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલી આ રજાઓની યાદીમાં રાષ્ટ્રીય તહેવારો જેમ કે ક્રિસમસ સાથે રાજ્ય-વિશિષ્ટ રજાઓ પણ સામેલ છે. આ ઉપરાંત, બીજા અને ચોથા શનિવાર તથા દરરોજ રવિવારને પણ બેંકો બંધ રહેશે.
RBIની આ યાદી અનુસાર, અરુણાચલ પ્રદેશ, ગોવા, મેઘાલય, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણા, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે વધારાની રજાઓ જાહેર થઈ છે. જો તમારે નવું ખાતું ખોલવું હોય, લોનની EMI ભરવી હોય કે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવો હોય, તો આ યાદી તપાસીને જ આગોતરી વ્યવસ્થા કરો. નોંધ: આ રજાઓ રાજ્યો અનુસાર બદલાઈ શકે છે, અને ઓનલાઈન બેંકિંગ, UPI તથા ATM સેવાઓ સતત ચાલુ રહેશે.
ડિસેમ્બર 2025માં બેંક રજાઓની વિગતવાર યાદીRBIની સત્તાવાર યાદી અનુસાર, નીચેના દિવસો પર બેંકો બંધ રહેશે
1 ડિસેમ્બર સોમવાર Indigenous Faith Day અરુણાચલ પ્રદેશ 3 ડિસેમ્બર બુધવાર Feast of St. Francis Xavier ગોવા 7 ડિસેમ્બર રવિવાર સાપ્તાહિક રજા દેશભર 12 ડિસેમ્બર શુક્રવાર Pa Togan Nengminja Sangma Death Anniversary મેઘાલય 13 ડિસેમ્બર શનિવાર બીજો શનિવાર દેશભર 14 ડિસેમ્બર રવિવાર સાપ્તાહિક રજા દેશભર 18 ડિસેમ્બર ગુરુવાર Guru Ghasidas Jayanti / Yu Suk Salki છત્તીસગઢ, મેઘાલય 19 ડિસેમ્બર શુક્રવાર Goa Liberation Day ગોવા 20 ડિસેમ્બર શનિવાર Losar / Namsoong ગંગટોક (સિક્કિમ) 21 ડિસેમ્બર રવિવાર સાપ્તાહિક રજા દેશભર 22 ડિસેમ્બર સોમવાર Losar / Namsoong ગંગટોક (સિક્કિમ) 24 ડિસેમ્બર બુધવાર Christmas Eve મિઝોરમ 25 ડિસેમ્બર ગુરુવાર ક્રિસમસ (Christmas) દેશભર (મોટાભાગના રાજ્યો: દિલ્હી, મુંબઈ, કોલકાતા, યુપી, બિહાર, રાજસ્થાન, ગોવા વગેરે) 26 ડિસેમ્બર શુક્રવાર Christmas Celebration / Shaheed Udham Singh Jayanti મેઘાલય, મિઝોરમ, તેલંગાણા, હરિયાણા 27 ડિસેમ્બર શનિવાર Guru Gobind Singh Jayanti / ચોથો શનિવાર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ / દેશભર 28 ડિસેમ્બર રવિવાર સાપ્તાહિક રજા દેશભર 30 ડિસેમ્બર Aમંગળવાર Yu Kiang Nangbah Day / Tamu Losar મેઘાલય, સિક્કિમ 31 ડિસેમ્બર બુધવાર New Year's Eve મિઝોરમ, મણિપુર
નોંધ: આ યાદી RBIની સત્તાવાર જાહેરાત પર આધારિત છે. કેટલાક રાજ્યોમાં વધારાની રજાઓ હોઈ શકે છે, તેથી સ્થાનિક બેંક વેબસાઈટ તપાસો.
ડિજિટલ સેવાઓની સુવિધા અને સલાહબ્રાન્ચ બંધ રહે તો પણ ચિંતા ન કરો – UPI, નેટ બેંકિંગ, મોબાઈલ એપ અને ATM દ્વારા તમામ નાણાકીય વ્યવહારો ચાલુ રહેશે. RBIએ સલાહ આપી છે કે ગ્રાહકો આગોતરી યોજના બનાવે, કારણ કે ચેક ક્લિયરિંગ અને કાશ કેશ વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે. વધુ વિગતો માટે RBIની વેબસાઈટ rbi.org.in અથવા તમારી બેંકની સાઈટ તપાસો.
આ રજાઓ વર્ષના અંતિમ તબક્કામાં નાણાકીય વ્યવહારોને અસર કરશે, તેથી તૈયારી કરો. વધુ અપડેટ્સ માટે RBIની સત્તાવાર વેબસાઈટ તપાસતા રહો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ