બાલેન શાહ બન્યા નેપાળના નવા PM
એન્જિનિયરિંગથી વડાપ્રધાન પદ સુધીની સફર: બાલેન શાહે કે.પી. શર્મા ઓલીને હરાવી ઈતિહાસ રચ્યો

નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહ

નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહ
નેપાળના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના લોકપ્રિય યુવા નેતા બાલેન્દ્ર શાહ, જેઓ 'બાલેન શાહ' તરીકે ઓળખાય છે, તેમણે નેપાળના 47માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ 76(1) હેઠળ તેમની નિમણૂક કરી છે. આ નિમણૂક સાથે જ નેપાળમાં વર્ષોથી ચાલી આવતા પરંપરાગત રાજકારણનો અંત આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
ભારતના શિક્ષણનો પ્રભાવ: કર્ણાટક સાથે ખાસ જોડાણ
બાલેન શાહના સફળ વ્યક્તિત્વ અને તેમની વહીવટી કુશળતા પાછળ ભારતનું મોટું યોગદાન રહેલું છે. તેમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. કાઠમાંડુમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ભારત આવ્યા હતા. તેમણે કર્ણાટકની પ્રતિષ્ઠિત વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (VTU) માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. ભારતમાં મેળવેલી આ ટેકનિકલ સમજ અને એન્જિનિયરિંગના વિઝનનો ઉપયોગ કરીને જ તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ક્રાંતિકારી કામગીરી કરી હતી, જેનો ફાયદો આજે તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચવામાં મળ્યો છે.
શંખનાદ સાથે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ :
શુક્રવારે બપોરે 12:34 કલાકે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં બાલેન શાહે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સાત શંખનાદકો દ્વારા કરવામાં આવેલો શંખનાદ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નેપાળી પરંપરામાં શંખનાદને વિજય અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
કે.પી. શર્મા ઓલીનો પરાજય અને ઐતિહાસિક જીત :
તાજેતરની સામાન્ય ચૂંટણીમાં બાલેન શાહની પાર્ટીએ પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. તેમણે પૂર્વ વડાપ્રધાન અને અનુભવી નેતા કે.પી. શર્મા ઓલીને તેમના જ ગઢ ગણાતા ઝાપા-5 મતવિસ્તારમાં કારમી હાર આપી છે. બાલેન શાહે 49,614 મતોના વિશાળ અંતરથી ઓલીને હરાવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વર્ષ 1991 પછી નેપાળની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને મળેલી આ સૌથી મોટી જીત માનવામાં આવે છે.
એક સફળ એન્જિનિયરથી દેશના વડાપ્રધાન સુધીની સફર :
1990માં કાઠમાંડુમાં જન્મેલા બાલેન શાહે માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં રાજકીય શિખર સર કર્યું છે. વર્ષ 2022માં તેમણે કોઈ પણ પક્ષના ટેકા વગર અપક્ષ ઉમેદવાર તરીકે કાઠમાંડુના મેયરની ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા. મેયર તરીકે રસ્તાઓ પહોળા કરવા, દબાણો દૂર કરવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વહીવટ સુધારવામાં તેઓ સફળ રહ્યા હતા. હવે એક એન્જિનિયર વડાપ્રધાન તરીકે આખા નેપાળનો નકશો બદલશે તેવી આશા જનતા રાખી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?