લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં વધુ એક આતંકી ઝડપાયો
શ્રીનગરથી જાસીર બિલાલ વાનીની ધરપકડ, ડ્રોન ફેરફાર અને રોકેટ બનાવવાની ભૂમિકા સામે આવી

દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટની ફાઈલ તસવીર

દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટની ફાઈલ તસવીર
લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ તપાસને વધુ ગતિ આપતાં એક વધુ મુખ્ય સાથીદારને પકડી પાડ્યો છે. આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા આ આરોપીની ધરપકડ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર વિસ્તારમાં કરવામાં આવી છે.
NIAની ટીમે જાસીર બિલાલ વાની, જેને દાનિશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને પકડી પાડ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે જાસીરે ડ્રોનમાં ફેરફાર કરવા અને રોકેટ જેવી ઘાતક તકનિકી બનાવવા માટે સહાય કરીને આતંકવાદીઓને મદદ કરી હતી. આ ટેકનિકલ સપોર્ટ લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પહેલા આપવામાં આવ્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.
જાસીર અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે અને વિસ્ફોટના મુખ્ય કાવતરાને આગળ ધપાવવા માટે આતંકવાદી ઉમર ઉન નબી સાથે નજીકથી કાર્યરત હતો. NIAનું માનવું છે કે જાસીર આ હુમલાનું મહત્વપૂર્ણ સહ-ષડયંત્રકારી છે.
એજન્સી હાલ અનેક ખૂણાઓમાંથી તપાસ આગળ ધપી રહી છે. અનેક ટીમો રાજ્યોમાં છાપા મારી રહ્યા છે જેથી આ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા દરેક વ્યક્તિની ઓળખ કરી શકાય. NIAનું ધ્યાન સમગ્ર કાવતરાની કડી શોધવામાં કેન્દ્રિત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ