અંબાજી મંદિરમા દાંતા રાજવીપરિવારનો વિશેષાધિકાર ખતમ
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હવે સામાન્ય ભક્તો પણ કરી શકશે પૂજા

દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઇકોર્ટે નાબૂદ કર્યો

દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઇકોર્ટે નાબૂદ કર્યો
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમના દિવસે થતી વિશેષ હવન પૂજા અને આરતી પર દાંતા રાજવી પરિવારનો વર્ષોથી ચાલી આવતો વિશેષાધિકાર હવે સમાપ્ત થયો છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે, આ પૂજા હવે કોઈ એક પરિવારનો અધિકાર નહીં રહે અને તેનો લાભ કોઈપણ સામાન્ય ભક્ત લઈ શકશે.
શું હતો વિવાદ?
દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા અનુસાર આઠમની પલ્લી પૂજા અને આરતીમાં તેમનો પ્રથમ હક છે. આ પરંપરા માટે તેઓ મંદિર ટ્રસ્ટ સામે કાનૂની લડત લડી રહ્યા હતા. રાજવી પરિવારનું કહેવું હતું કે, આ તેમનો ધાર્મિક અને પરંપરાગત અધિકાર છે.
હાઇકોર્ટના મુખ્ય અવલોકનો
જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ વિમલ પટેલની ડિવિઝન બેન્ચે આ મામલે વિગતવાર સુનાવણી કરી અને નિર્ણયમાં જણાવ્યું કે:
કોર્ટે રાજવી પરિવારની પિટિશન ફગાવી દીધી અને મંદિર ટ્રસ્ટના નિર્ણયને સમર્થન આપ્યું.
ભક્તોમાં આનંદનું વાતાવરણ
આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. અત્યાર સુધી આઠમની વિશેષ પૂજા માટે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય માનવામાં આવતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર કોઈપણ ભક્તને આ તક આપી શકશે. ભક્તોનું માનવું છે કે, માતાજીના દરબારમાં દરેક વ્યક્તિ સમાન છે અને આ નિર્ણયથી ભેદભાવનો અંત આવ્યો છે.
મંદિર ટ્રસ્ટની પ્રતિક્રિયા
અંબાજી મંદિર ટ્રસ્ટે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું કે, આનાથી મંદિરના વહીવટમાં વધુ પારદર્શિતા અને સમાનતા આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ