અમરનાથ યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના
કાશ્મીરના ગાંદરબલમાં અમરનાથ યાત્રીઓની બસ પલટી,30થી વધુ ઘાયલ,રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Amarnath Yatra Bus Accident : જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાંથી બસ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ગાંદરબલના ગુંડ વિસ્તારમાં 39 યાત્રાળુઓને લઈ જતી એક બસ પલટી ગઈ, જેમાં આશરે 30 યાત્રાળુઓ ઘાયલ થયા. યાત્રાળુઓ અમરનાથ મંદિરથી પરત ફરી રહ્યા હતા. જોકે, એક ખતરનાક રસ્તા પર બસે કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો.
ગાંદરબલના ગુન્ડ વિસ્તારમાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, બસ અમરનાથ ગુફાના દર્શન કરીને પરત ફરી રહી હતી. ગાંદરબલ જિલ્લાના ગુન્ડ વિસ્તારમાં પહોંચતા જ જોખમી માર્ગ પર બસનો ચાલકે કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ગઈ.અકસ્માતની માહિતી મળતા જ સુરક્ષા દળો અને સ્થાનિક પ્રશાસન તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી.
પોલીસ, ITBP, CRPF અને સેનાએ ચલાવ્યું રેસ્ક્યુ ઓપરેશન
પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત બાદ પોલીસ, ITBP, CRPF, ભારતીય સેના અને સ્થાનિક રહેવાસીઓએ સંયુક્ત રીતે ઝડપી બચાવ અભિયાન હાથ ધર્યું. તમામ ઘાયલ યાત્રીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગના યાત્રીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તમામની સ્થિતિ હાલ સ્થિર છે.
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું ગુંડ પોલીસે સ્થળ પર પહોંચીને વિલંબ વગર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ખાઈમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનું કામ અત્યંત પડકારજનક હતું, પરંતુ પોલીસકર્મીઓએ સ્થાનિક લોકોની મદદથી તમામ યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવા માટે વધારાનો પોલીસ કાફલો પણ બોલાવાયો હતો.
ઘાયલોને સારવારમાં ખસેડયા
તમામ ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા ઘાયલોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેટલાક યાત્રાળુઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના પરિજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા પર ખાસ ધ્યાન
અમરનાથ યાત્રા દરમિયાન દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીરના પહાડી અને જોખમી માર્ગો પરથી મુસાફરી કરે છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ, સેના, CRPF, ITBP અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતત તૈનાત રહે છે. આ અકસ્માત બાદ પણ સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા, જેના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.
ઉપરાજ્યપાલે શું કહ્યું?
યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જવાની ઘટના અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, "મેં ગાંદરબલના ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરી અને આજે સવારે ગાંદરબલના ગનીવાન ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રી અમરનાથજી યાત્રાળુઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. બાબા બર્ફાનીના દર્શન કરીને પરત ફરી રહેલા 39 યાત્રાળુઓ ઘાયલ થયા હતા અને હાલમાં તેઓ SKIMS ખાતે સારવાર હેઠળ છે. મેં આરોગ્ય અધિકારીઓને તમામ જરૂરી સહાય અને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ઘાયલ યાત્રાળુઓના ઝડપી સ્વસ્થ થવા માટે હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું.
અમરનાથ યાત્રા કેટલો સમય ચાલશે?
અમરનાથ યાત્રા 2 જુલાઈથી શરૂ થઈ હતી. તે 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, કુલ 57 દિવસ. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 4.15 લાખથી વધુ યાત્રાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. અમરનાથ ગુફા જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અમરનાથ યાત્રા અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન-પહલગામ રૂટ અને ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબા, પરંતુ વધુ ઊંચા, બાલટાલ રૂટથી એકસાથે શરૂ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?