નાસિકની આર્ટીલરી સ્કુલમાં ગુજરાતના અગ્નિવીરનું મોત
ગન ફાયરિંગની તાલીમ દરમિયાન વિસ્ફોટ થતાં બે જવાનના મોત

પ્રતિકાત્મક તસ્વિર

પ્રતિકાત્મક તસ્વિર
નાસિક જિલ્લામાં આવેલી મિલિટરી આર્ટિલરી સ્કુલમાં ફાયરીંગની તાલીમ દરમિયાન અકસ્માત સર્જાતા બે અગ્નિવીરના મૃત્યુ થયાં છે. જેમાં રાજકોટ જિલ્લાના વિશ્વરાજસિંહ ગોહિલ અને સૈફતનો સમાવેશ થાય છે. આ ઘટના શુક્રવારે બપોરે ઘટી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, અગ્નિવીર જવાનોને ફિલ્ડ ગનમાંથી ફાયરિંગની તાલીમ અપાઇ રહી હતી, જ્યારે બોમ્બ વિસ્ફોટ થતાં અગ્નિવીર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક દેઓલાલી સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વિશ્વરાજસિંહની ઉંમર ૨૧ અને સૈફત સીતની ઉંમર ૨૦ વર્ષની હતી.
આ ઘટનાની તપાસ કરવા માટે આર્મીએ કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના કરી દીધી છે. જેનો અહેવાલ આર્મીના સંબંધિત અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે. આર્મીએ એક પ્રેસ વિજ્ઞપ્તીમાં માહિતી આપી છે કે આર્મીની ટ્રેનિંગ ડ્રિલ દરમિયાન આવો એક અકસ્માત થયો છે, જેમાં બે તાલિમાર્થી જવાનના મૃત્યુ થયાં છે.
આ ઘટના સંદર્ભમાં આર્મીના હવાલદાર અજીત કુમારે નજીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ ઘટના પોલીસ દ્વારા પણ તપાસ થશે.
ભારત સરકારે ૨૦૨૨માં અગ્નિપથ યોજના શરૂ કરી, તેના અંતર્ગત અગ્નિવીરને આર્મીમાં સમાવવામાં આવે છે. તેમણે ૪ વર્ષની ફરજ પર કોન્ટ્રાક્ટ આધારીત રાખવામાં આવે છે. બાકીના સાડા ત્રણ વર્ષ તેમણે ફરજ બજાવવાની હોય છે, દરેક બેચના ૨૫ ટકા કરતાં ઓછા અગ્નિવીરના સેના કાયમી નોકરી માટે આર્મીમાં ભરતી કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?