સ્પૉટિફાઇ બાદ હવે જોવો યુટ્યુબ રીકેપ 2025..
યુટ્યુબમાં તમે શું જોયું તેમાં હવે સંગીત સાથે TOP વિડિયો ક્રિએટર્સ અને ચેનલોનો યરલી રીકેપ.

યુટ્યુબ રીકેપ 2025

યુટ્યુબ રીકેપ 2025
ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા વર્ષના અંતે પોતાના યુઝર્સ માટે પર્સનલાઇઝ્ડ રિપોર્ટ કાર્ડ્સ રજૂ કરવાની પરંપરા શરૂ થઈ જાય છે.
Spotify Wrapped અને Apple Replay બાદ હવે લોકપ્રિય વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પણ પોતાનો વાર્ષિક રીકેપ લઈને આવ્યું છે. આ વર્ષનો ‘યુટ્યુબ રીકેપ 2025’ માત્ર સંગીત પર નહીં, પણ યુઝર્સ દ્વારા જોવાયેલા TOP વિડિયો ક્રિએટર્સ અને ચેનલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં તમારી એકંદર જોવાની ટેવનો મનોરંજક સારાંશ આપવામાં આવ્યો છે.
જો તમે ઉત્સુક છો કે 2025 દરમિયાન તમારો યુટ્યુબ વપરાશ કેવો રહ્યો, તો રીકેપ જોવાની પ્રક્રિયા અહીં આપેલી છે. તમારા રીકેપને જોવા માટે, યુટ્યુબ ઍપ ખોલીને તેના હોમપેજ પર દર્શાવેલ ‘યુટ્યુબ રીકેપ’ બેનર અથવા કાર્ડ પર ક્લિક કરો.
જો હોમપેજ પર ન દેખાય, તો ઍપના "You" ટેબમાં જઈને રીકેપ બેનર પર ટૅપ કરી શકાય છે. જો તમને હજુ પણ રીકેપ ન દેખાય, તો ગૂગલ સપોર્ટ પેજ મુજબ તેના કેટલાક કારણો હોઈ શકે છે.
સૌ પ્રથમ, રીકેપ માટે તમારી પાસે ન્યૂનતમ જોવાનો ઇતિહાસ હોવો જરૂરી છે એટલે કે જાન્યુઆરીથી ઓક્ટોબર 2025ના અંત સુધીનો પૂરતો વિડિયો વપરાશ જરૂરી છે. જો તમારો જોવાનો ઇતિહાસ રોકાયેલો હતો અથવા ઓટો-ડિલીટ સેટિંગ ચાલુ હોય, તો તે ગણતરીમાં લેવાશે નહીં. બીજું, યુઝરની ઉંમર 13 કે તેથી વધુ હોવી ફરજિયાત છે અને સુપરવાઇઝ્ડ એકાઉન્ટ્સ પાત્ર નથી. ત્રીજું, તમારે યુટ્યુબમાં સાઇન ઇન કરેલા હોવા જરૂરી છે.
કેટલાક યુઝર્સે યુટ્યુબ રીકેપમાં ટેક્નિકલ ખામી આવવાની ફરિયાદ પણ કરી છે, જ્યાં સ્લાઇડશો ઝબકીને બંધ થઈ જાય છે. ગૂગલ સપોર્ટ પેજ પર આ સમસ્યાનો ઉકેલ સૂચવવામાં આવ્યો છે: જો સ્લાઇડશો એનિમેશનના કારણે અટકી રહ્યો હોય, તો ફોન સેટિંગ્સમાં જઈને “Reduce Animations” વિકલ્પ બંધ કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે.
યુટ્યુબ રીકેપ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઉત્તર અમેરિકામાં રિલીઝ કરવામાં આવ્યો હતો અને તે સપ્તાહ દરમિયાન બાકીના વિશ્વ માટે પણ ક્રમશઃ રોલ આઉટ થઈ રહ્યો છે. જો તમે ઉપરની તમામ પાત્રતા પૂરી કરતા હો, તો પણ તરત જ ઉપલબ્ધ ન થાય તો રાહ જોવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ