અભિનેત્રી રન્યા રાવનું કરોડોનું ગોલ્ડ રેકેટ સ્કેમ
127 કિલો સોનાની તસ્કરી: IPS પિતાના પ્રોટોકોલનો દુરુપયોગ કરી રન્યા લાવતી સોનું

રન્યા રાવનું કરોડોનું ગોલ્ડ રેકેટ સ્કેમ

રન્યા રાવનું કરોડોનું ગોલ્ડ રેકેટ સ્કેમ
કન્નડ અભિનેત્રી રન્યા રાવ (હર્ષવર્ધિની રન્યા) અને તેના સાથીદાર તરુણ કોન્ડુરુ રાજુ સામેના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં EDએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ અહેવાલ મુજબ, માર્ચ 2024 થી માર્ચ 2025 દરમિયાન આ જોડીએ દુબઈથી ભારત અંદાજે 127 કિલો સોનું (કિંમત ₹102 કરોડ) ગેરકાયદેસર રીતે ઘુસાડ્યું હતું.
જોકે, આ રેકેટ શરૂ કરતા પહેલા રન્યા અને તરુણ પોતે આફ્રિકામાં છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
યુગાન્ડાના 'બેન'એ લગાવ્યો ચૂનો
ચાર્જશીટ મુજબ, રન્યા અને તરુણે શરૂઆતમાં આફ્રિકાની ખાણોમાંથી સીધું સોનું ખરીદવાનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે યુગાન્ડાના 'બેન' નામના એજન્ટ સાથે સંપર્ક કર્યો હતો. 5 કિલો સોનાના ટ્રાયલ માટે તેમણે અંદાજે $45,000 (ટૅક્સ અને ફી સહિત) ચૂકવ્યા હતા.
જ્યારે સોનું ન મળ્યું, ત્યારે તરુણ યુગાન્ડા ગયો, જ્યાં તેને રિફાઇનરીમાં સોનું બતાવી વધુ ₹1.70 કરોડની માંગ કરવામાં આવી હતી. અંતે રન્યા અને તરુણને સમજાયું કે તેમની સાથે 2 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે.
આફ્રિકામાં નાણાં ગુમાવ્યા બાદ, તેમણે દુબઈના દેરા ગોલ્ડ સૂકમાંથી આફ્રિકન વેપારીઓ પાસેથી રોકડમાં સોનું ખરીદવાનું શરૂ કર્યું. આ સોનું ભારત લાવવા માટે તેઓ 'ફોલ્સ કસ્ટમ ડિક્લેરેશન'નો સહાય લેતા હતા.
તરુણ (જેની પાસે યુએસ પાસપોર્ટ છે) દુબઈ કસ્ટમ્સમાં એવું દર્શાવતો કે તે સોનું સ્વિટ્ઝર્લેન્ડ કે થાઈલેન્ડ એક્સપોર્ટ કરી રહ્યો છે, પરંતુ હકીકતમાં તે સોનું એરપોર્ટ પર રન્યાને સોંપી દેતો અને રન્યા તેને ભારત લઈ આવતી.
રન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ IPS અધિકારીની સાવકી પુત્રી હોવાથી, તેણે બેંગલુરુ એરપોર્ટ પર VIP પ્રોટોકોલનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે એક હેડ કોન્સ્ટેબલે તેને ઘણી વખત કસ્ટમ્સ ચેકિંગ વગર બહાર નીકળવામાં મદદ કરી હતી. રન્યાએ એક વર્ષમાં દુબઈની 15 ટ્રીપ કરી હતી.
EDની કાર્યવાહી
EDએ અત્યાર સુધીમાં રન્યા રાવની ₹34.12 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસમાં હવાલા ઓપરેટર સાહિલ સાકરિયા જૈનનું નામ પણ સામે આવ્યું છે. હાલમાં એજન્સી એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કયા સરકારી અધિકારીઓની સંડોવણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?