AAP ધારાસભ્યને 15 કરોડ રૂપિયાની ઓફર, ACB ટીમ કેજરીવાલના ઘરે ઘામાં નાખ્યા
LG એ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસનો આદેશ આપ્યો...

BJP એ AAP ના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા...

BJP એ AAP ના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા...
LG VK સક્સેનાએ દિલ્હીમાં AAP ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની ACB તપાસનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, ACB એ તપાસ માટે 3 ટીમો બનાવી છે. જેમાંથી એક ટીમ તપાસ માટે કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે. બીજી તરફ, સંજય સિંહ ACB ઓફિસમાં પોતાનું નિવેદન નોંધી રહ્યા છે.
LG એ કહ્યું કે, આ મામલાની સત્યતા બહાર લાવવા માટે ACB દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે, દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે LG VK સક્સેનાને પત્ર લખીને AAP ના વર્તમાન ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપો પર ACB અને અન્ય કોઈપણ તપાસ એજન્સીને કેસ નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપવા જણાવ્યું હતું.
સંજય સિંહે લગાવ્યો આરોપ...
દિલ્હીમાં મતદાન થયા પછીથી જ AAP અને BJP વચ્ચે ઘણી રાજનીતિ ચાલી રહી છે. મતદાનના એક દિવસ પછી ગુરુવારે, AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે AAP ના સાત ધારાસભ્યોને ફોન આવ્યા હતા અને તેમને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમે નામ અને પુરાવા પણ શેર કરીશું. સંજય સિંહે કહ્યું કે, ભાજપ તરફથી સાત ધારાસભ્યોને ફોન આવ્યા છે જેમાં તેમને AAP છોડીને ભાજપમાં જોડાવા માટે 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.
હું મરી જઈશ પણ કેજરીવાલને છોડીશ નહીં...
સંજય સિંહે વધુમાં જણાવ્યું હતું કે અમે ધારાસભ્યોને આવા ઓડિયો કોલ રેકોર્ડ કરવા અને તેના વિશે ફરિયાદ કરવા અને જો શક્ય હોય તો, મીટિંગ દરમિયાન છુપાયેલા કેમેરાનો ઉપયોગ કરીને તેનો વીડિયો બનાવવા કહ્યું છે. ભાજપે દિલ્હીમાં પાર્ટી તોડવાની રાજનીતિ શરૂ કરી દીધી છે. સંજય સિંહ ઉપરાંત મુકેશ અહલાવતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, હું મરી જઈશ, મને કાપી નાખવામાં આવશે પણ અરવિંદ કેજરીવાલને ક્યારેય છોડીશ નહીં. તેમણે કહ્યું કે, તેમની સરકાર બની રહી છે, તેઓ તેમને મંત્રી બનાવશે અને 15 કરોડ રૂપિયા પણ આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ