ભારત-કેનેડા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય!
2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર $50 બિલિયન સુધી લઈ જવાનો લક્ષ્યાંક,પેન્શન ફંડમાં જંગી રોકાણ

ભારત-કેનેડા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય!

ભારત-કેનેડા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય!
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી કડવાશ હવે ભૂતકાળ બની હોય તેમ લાગે છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગના નવા સોપાન સર કર્યા છે.
આ મુલાકાત દરમિયાન ભારત અને કેનેડાએ $2.6 બિલિયનના જંગી યુરેનિયમ સોદા સહિત કુલ સાત મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે
વેપાર અને અર્થતંત્રમાં મોટી છલાંગ
બંને નેતાઓએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $50 બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA)ને આ વર્ષના અંત સુધીમાં આખરી ઓપ આપવા માટે સંમતિ સધાઈ છે.
પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે કેનેડાએ ભારતના પેન્શન ફંડમાં $100 બિલિયનનું રોકાણ કર્યું છે, જે ભારતના વિકાસમાં કેનેડાનો વિશ્વાસ દર્શાવે છે.
આતંકવાદ સામે સંયુક્ત મોરચો
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "ભારત અને કેનેડા લોકશાહી મૂલ્યોમાં માને છે. આતંકવાદ અને કટ્ટરવાદ એ માત્ર બે દેશો માટે જ નહીં પણ સમગ્ર માનવતા માટે પડકાર છે." બંને દેશો હવે સંરક્ષણ સંવાદ (Defence Dialogue) શરૂ કરશે, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું મનાય છે.
શિક્ષણ અને ટેકનોલોજીમાં ભાગીદારી
વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આપતા પીએમ મોદીએ કહ્યું કે હવે કેનેડિયન યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસ ખોલશે. આ ઉપરાંત, AI, હેલ્થકેર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ સહયોગ વધારવામાં આવશે. ભારત-કેનેડા-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇનોવેશન માટે ત્રિપક્ષીય સહયોગનો કરાર પણ કરવામાં આવ્યો છે.
સંબંધોમાં સુધારો
2023માં ખાલિસ્તાની સમર્થક નિજ્જરના મુદ્દે જે તણાવ ઉભો થયો હતો, તેને પાછળ છોડીને હવે બંને દેશો 'નેચરલ પાર્ટનર્સ' તરીકે આગળ વધી રહ્યા છે. માર્ક કાર્નીએ ભારપૂર્વક કહ્યું કે, "આપણે એક પરિવાર છીએ," અને છેલ્લા એક વર્ષમાં બંને દેશો વચ્ચે જે સ્તરે વાટાઘાટો થઈ છે તે પાછલા બે દાયકામાં પણ જોવા મળી નથી.
આ મુલાકાતથી માત્ર એનર્જી સિક્યોરિટી જ નહીં પણ પેસિફિક ક્ષેત્રમાં ભારત અને કેનેડાની સ્થિતિ વધુ મજબૂત બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ