કેરળમાં નિપાહ વાયરસના કારણે 24 વર્ષીય યુવકનું મોત
સરકાર એક્શનમાં આવી મોડમાં, પાંચ વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

Nipah virus in Kerala

Nipah virus in Kerala
કેરળ: તાજેતરમાં કેરળમાં નિપાહ વાયરસના કારણે 24 વર્ષીય યુવકના મોત બાદ સરકાર એક્શનમાં આવી છે. કેરળ સરકારે મલપ્પુરમમાં ઘણા કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે અને નિયંત્રણો લાદ્યા છે. મલપ્પુરમ જિલ્લામાં બે પંચાયતોના પાંચ વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને મોટી સંખ્યામાં એકત્ર ન કરવા સૂચના આપવામાં આવી છે.
નિપાહ વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના કારણએ સાંજે 7 વાગ્યા સુધીમાં દુકાનો બંધ થઈ જશે, જિલ્લા સત્તાવાળાઓએ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલી દુકાનોને સાંજે 7 વાગ્યા સુધી બંધ રાખવા જણાવ્યું છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં સિનેમા હોલ, શાળા, કોલેજ, મદરેસા, આંગણવાડી અને ટ્યુશન સેન્ટર બંધ રહેશે.
લગ્નોમાં હાજરી આપનાર લોકોની સંખ્યા ઓછી હશે. આ દરમિયાન, મલપ્પુરમ જિલ્લામાં આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અધિકારીઓએ લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું કહ્યું છે. જિલ્લામાં લગ્ન, અંતિમ સંસ્કાર અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપનાર લોકોની સંખ્યા ઘટાડવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
175 લોકો આઇસોલેશનમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પુષ્ટિ કરી છે કે 9 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામનાર 24 વર્ષીય વ્યક્તિ નિપાહ વાયરસથી સંક્રમિત હતો. જ્યોર્જે સોમવારે જણાવ્યું હતું કે હાલમાં મૃત દર્દીના સંપર્ક સૂચિમાં 175 લોકો છે, જેમાંથી 74 આરોગ્ય કર્મચારીઓ છે. દરેકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
અનેક સ્થળોએ ફિવર સર્વે શરૂ કરાયો છે.આરોગ્ય વિભાગે 66 ટીમો બનાવી છે અને મૃતકના ઘરની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ફિવર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. મલપ્પુરમના એક છોકરાનું નિપાહ ચેપની સારવાર દરમિયાન 21 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. આ વર્ષે રાજ્યમાં નિપાહ ચેપનો આ પ્રથમ પુષ્ટિ થયેલ કેસ હતો. કોઝિકોડ જિલ્લામાં 2018, 2021 અને 2023 અને એર્નાકુલમ જિલ્લામાં 2019માં નિપાહ ફાટી નીકળ્યો હતો.
- Pooja
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?