દિલ્હી એરપોર્ટ પર 150 ગુજરાતીઓ 12 કલાકથી ફસાયા
સમાજસેવિકા કાજલ ત્રિવેદીએ વીડિયો શેર કરી સિસ્ટમની નિષ્ફળતા બતાવી, વિલંબનું સ્પષ્ટ કારણ નહી

દિલ્હી એરપોર્ટ પર 150 ગુજરાતીઓ 12 કલાકથી ફસાયા

દિલ્હી એરપોર્ટ પર 150 ગુજરાતીઓ 12 કલાકથી ફસાયા
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઈસજેટ એરલાઈન્સની ઉડાનને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. એક જ ફ્લાઈટના 150થી વધુ ગુજરાતી મુસાફરો, જેમાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, છેલ્લા 12 કલાકથી વધુ સમયથી એરપોર્ટ પર ફસાયેલા છે. એરલાઈન દ્વારા ફ્લાઈટ સતત ત્રણ વખત રીશેડ્યુલ થયા બાદ પણ હજી સુધી ઉડાન ભરી શકાઈ નથી, જેને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ
ફસાયેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, 12 કલાકના લાંબા વિલંબ છતાં એરલાઈન દ્વારા તેમને ખોરાક, પાણી અથવા આરામ કરવા માટે લોન્જ જેવી કોઈ મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ નથી. વિલંબ અને બેદરકારીના કારણે અનેક મુસાફરો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, થાક અને તબિયત ખરાબ થવા જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
સમાજસેવિકા કાજલ ત્રિવેદીએ આ ઘટનાનો વીડિયો શેર કરતાં એરલાઈન પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, "છેલ્લા 12 કલાકથી લોકો એરપોર્ટ પર અંધારામાં બેઠા છે, કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં નથી. શું સિસ્ટમ નિષ્ફળ થઈ ગઈ છે?" વીડિયોમાં એક મુસાફરને તબિયત બગડવાના કારણે એરલાઈન્સ પર રોષ ઠાલવતા જોઈ શકાય છે, જે એરલાઈનની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે.
#Breaking 150થી વધુ ગુજરાતીઓ છેલ્લા 12 કલાકથી દિલ્લી એરપોર્ટ પર ફસાયા,
— Benefit News 24 (@BenefitNews24) November 2, 2025
3 વાર રીશેડ્યુલિંગ બાદ પણ મુસાફરોને ફ્લાઈટ માટે ફાંફાં,
ફૂડ અને લોન્જ જેવી બેઝીક વ્યવસ્થા પણ નહીં. #DelhiAirport #PassengerProblems #TravelChaos #StrandedPassengers #BasicFacilities #AviationCrisis pic.twitter.com/i2NlHsrDse
એરલાઈન તરફથી અસ્પષ્ટ જવાબ
મુસાફરોના પરિવારજનોનો આરોપ છે કે ફ્લાઈટ ત્રણ વખત રીશેડ્યુલ થઈ હોવા છતાં, સ્પાઈસજેટે વિલંબનું કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી અને માત્ર 'ટેકનિકલ ઈશ્યૂ' બતાવીને સમય લંબાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
ફસાયેલા મુસાફરોની તાત્કાલિક માંગ છે કે એરલાઈન દ્વારા તુરંત ખોરાક, આરામગૃહ અને મેડિકલ સહાયની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ વિલંબના સ્પષ્ટ કારણ અંગે જાહેર સ્પષ્ટતા કરવામાં આવે. જોકે, હાલ સુધી સ્પાઈસજેટ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિભાવ મળ્યો નહોતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ