બાંગ્લાદેશમાં અભ્યાસ કરતાં ગુજરાતના 14 વિદ્યાર્થીઓ સહીસલામત પરત ફર્યા
રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી આપી હતી

14 students from Gujarat returned unharmed after studying in Bangladesh

14 students from Gujarat returned unharmed after studying in Bangladesh
બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ઢાકામાં MBBSનો અભ્યાસ કરતાં ગુજરાતના 14 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. રાજ્ય સરકારને તેની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનના પરિણામે સહીસલામત વતન પરત ફર્યા છે. જ્યારે 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને પ્રયાસો હાથ ધર્યા છે.
બાંગ્લાદેશમાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓના કારણે MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. વિદ્યાર્થીઓના પરિવારે રાજ્ય સરકારને જાણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરી પ્રયાસો હાથ ધર્યા હતા.
વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે હેમખેમ આવી જાય તે માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચનાના પગલે NRG ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-9978430075 જાહેર કર્યો હતો.
વાલી અને પરિવારજનો વિગતો મોકલી શકે તે માટે nrgfoundation@gujarat.gov.in Email પર પણ વિગતો મંગાવી હતી. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વાલી-પરિવારજનોએ NRG ફાઉન્ડેશનનો સંપર્ક કરી વિગતો આપી હતી. વિગતોના અનુસંધાને NRG ફાઉન્ડેશને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી 25 જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ ગોઠવી હતી. તેના પરિણામે ભરૂચ જિલ્લાના-7, અમદાવાદ અને ભાવનગરના-2, અમરેલી, મહેસાણા અને પાટણના 1-1-1 મળી કુલ-14 વિદ્યાર્થીઓ સહીસલામત પરત ફર્યા છે. જ્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના પરામર્શમાં રહી અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા વ્યવસ્થાઓ હાથ ધરી છે.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની સ્થિતિના સંદર્ભમાં એડવાઈઝરી જાહેર કરી ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓને લોકલ ટ્રાવેલ્સ ન કરવા તથા ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં મદદ માટે તાત્કાલિક જરૂરિયાત જણાય તો બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઇકમિશનર અને આસિસ્ટન્ટ હાઇકમિશનરના 24 કલાક સંપર્કના નંબરો જાહેર કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?