મહારાષ્ટ્રના થાણેમાં ગંભીર અકસ્માત સર્જાયો
ટ્રક અને વાનની ટક્કરમાં 3 મહિલાઓ સહિત 11ના મોત; 2ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે અકસ્માત

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે અકસ્માત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે સવારે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત સવારે લગભગ 10:45 વાગ્યે મુરબાડના ગોવિલી ગામ પાસે આવેલા રાયતા બ્રિજ પર થયો હતો.
મળતી માહિતી મુજબ, કલ્યાણથી મુરબાડ જઈ રહેલી મુસાફર વાન સામેથી આવી રહેલા સિમેન્ટ મિક્સર ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનમાં સવાર મોટાભાગના મુસાફરોને બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો.
અકસ્માતમાં 8 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
મુરબાડના તહસીલદાર અભિજીત દેશમુખે જણાવ્યું કે અત્યાર સુધીમાં 6 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે બાકીના મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે કાર્યવાહી શરૂ કરી હતી, કારણ કે કલ્યાણ-અહિલ્યાનગર રોડ પર અનેક કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે બંને વાહનો ઝડપથી દોડી રહ્યા હતા. વાન દરરોજની જેમ કલ્યાણથી મુરબાડ વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. રાયતા બ્રિજ પર પહોંચતા જ સામેથી આવતા સિમેન્ટ મિક્સર સાથે તેની જોરદાર ટક્કર થઈ ગઈ.
ટક્કર એટલી ભયાનક હતી કે વાનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયો અને અંદર સવાર મુસાફરો ગંભીર રીતે ફસાઈ ગયા હતા. રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા.
પોલીસે કેસ નોંધ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને વાહનોની ઝડપ વધુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ડ્રાઈવરોની ભૂલ અને માર્ગ સલામતી નિયમોના પાલન અંગે પણ તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ સર્જી દીધું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?