ગુજરાતમાં ‘બુક અ કોલ વિથ BLO’ પહેલ લોકપ્રિય
મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશમાં નવી ટેક્નોલોજી આધારિત પહેલથી નાગરિકો ખુશ

બુક અ કોલ વિથ BLO ગુજરાત ઝુંબેશ

બુક અ કોલ વિથ BLO ગુજરાત ઝુંબેશ
ગુજરાતમાં ‘બુક અ કોલ વિથ BLO’ પહેલ લોકપ્રિય બની, હજારો નાગરિકોને મળ્યું માર્ગદર્શન :
ગુજરાત રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલ ‘બુક અ કોલ વિથ BLO’ પહેલ નાગરિકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાની હેઠળ 27 ઑક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશનો હેતુ મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવાનો છે.
10 નવેમ્બર 2025 સુધી રાજ્યભરમાં કુલ 10,204 નાગરિકોએ ECINET વેબસાઈટ પર જઈ આ સુવિધાનો લાભ લીધો છે. જેમાંથી 6,239 નાગરિકોનો સંપર્ક BLO દ્વારા માત્ર 48 કલાકમાં જ કરીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. બાકી નાગરિકોનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે.
મતદાર યાદી સુધારણામાં ટેક્નોલોજીનો ઉમદા ઉપયોગ :
મતદારોને સહેલાઈથી માહિતી મળે અને કોઈ પાત્ર મતદાર યાદીમાંથી છૂટી ન જાય તે માટે BLO દ્વારા ઘરે-ઘરે જઈ એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા દ્વારા ઓનલાઇન સંપર્ક પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની છે.
જાણો કેવી રીતે કરશો ‘બુક અ કોલ વિથ BLO’ ઑનલાઇન :
1. સૌપ્રથમ ecinet.eci.gov.in વેબસાઈટ પર જાઓ
2. હોમ પેજ પર દેખાતા ‘Book a Call with BLO’ વિકલ્પ પર ક્લિક કરો
3. તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા EPIC નંબર નાખો અને OTP દ્વારા લૉગિન કરો
4. સ્ક્રીન પર તમારી વિગતો દેખાશે
5. અંતે ‘Book a Call with BLO’ બટન પર ક્લિક કરીને કન્ફર્મ કરો
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BLO પોતે મતદારનો સંપર્ક કરશે. આ ઉપરાંત, એન્યુમરેશન ફોર્મ પર આપેલા સંપર્ક નંબર દ્વારા પણ મતદારો સીધો સંપર્ક કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ