ડબ્બા ટ્રેડિંગ કેસમાં ₹404 કરોડના કૌભાંડનો ખુલાસો
EDએ ઈન્દોરથી દુબઈ સુધી ફેલાયેલુ ડબ્બા ટ્રેડિંગ, ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો ભાંડાફોડ કર્યો

EDએ જપ્ત કરેલી મિલકતોની તસવીર

EDએ જપ્ત કરેલી મિલકતોની તસવીર
દેશમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ₹404 કરોડથી વધુના ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટાબાજી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. EDએ ઈન્દોરની સ્પેશિયલ PMLA કોર્ટમાં ઈન્દોર, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ અને દુબઈમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સામે ફરિયાદ દાખલ કરી છે.
EDને આ તપાસની શરૂઆત ઈન્દોર પોલીસમાં નોંધાયેલી FIRના આધારે કરી હતી. તપાસમાં ખુલ્યું કે વર્ષ 2021થી આ ગેરકાયદેસર નેટવર્ક સક્રિય હતું અને અગાઉ મુંબઈના એન.એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ આ રેકેટ સામે કેસ નોંધાયો હતો. સંબંધિત કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.
તપાસ દરમિયાન ખુલ્યું કે ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલા ટ્રેડિંગ પ્લેટફોર્મ, ઓનલાઈન સટ્ટાબાજી વેબસાઈટ્સ અને ક્રોસ-બોર્ડર મની લોન્ડરિંગ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશાલ અગ્નિહોત્રીને આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ગણવામાં આવ્યો છે, જ્યારે તરુણ શ્રીવાસ્તવ દૈનિક નાણાકીય વ્યવહાર અને ખચ્ચર ખાતાઓ સંભાળતો હતો.
શ્રીનિવાસન રામાસ્વામીએ ખોટા ટ્રેડિંગ માટે મેનિપ્યુલેટેડ MT5 સર્વર ગોઠવ્યા હતા. ધવલ દેવરાજ જૈને LotusBook247 નામનું ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ ચલાવ્યું હતું, જ્યારે ધર્મેશ રજનીકાંત ત્રિવેદી દ્વારા ઓફશોર કંપની iBull Capitalનું સંચાલન કરવામાં આવતું હતું. નિધિ ચંદનાની દુબઈ સ્થિત માળખા દ્વારા ફંડ ટ્રાન્સફર અને લેયરિંગમાં સહાય કરતી હતી.
તપાસમાં સામે આવ્યું કે V Money અને 8Stock Height જેવા પ્લેટફોર્મ પર રોકાણકારોને અસલી શેરબજાર સાથે કોઈ જોડાણ વિના ખોટા ટ્રેડ્સ બતાવવામાં આવતા હતા. LotusBook247 અને 11Starss જેવા પ્લેટફોર્મ અનામી ખાતાઓ, એન્ક્રિપ્ટેડ સંચાર અને રોકડ આધારિત લેવડદેવડથી ચલાવવામાં આવતા હતા.
EDની તપાસ મુજબ આ સમગ્ર રેકેટમાંથી કુલ ₹404.46 કરોડની ગેરકાયદેસર આવક થઈ હતી. 2025ના PAO નંબર 24 હેઠળ EDએ ₹34.26 કરોડની સંપત્તિ અસ્થાયી રીતે જપ્ત કરી છે. તેમાં સ્થાવર મિલકતો, ચલ સંપત્તિ અને બેંક તથા ડીમેટ ખાતામાં રહેલી રકમનો સમાવેશ થાય છે.
સર્ચ કાર્યવાહી દરમિયાન ₹5.21 કરોડથી વધુ રોકડ, 59.9 કિલોગ્રામ ચાંદીના બાર, 100 ગ્રામ સોનાના બાર, ઊંચી કિંમતની લક્ઝરી વસ્તુઓ અને ₹0.41 કરોડથી વધુની ક્રિપ્ટોકરન્સી પણ જપ્ત કરવામાં આવી છે. EDએ સ્પષ્ટ કર્યું છે કે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી સામે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ