તિરુપતિ લાડુ પ્રસાદમાં ₹250 કરોડનું નકલી ઘી કૌભાંડ
CBI-ની SIT તપાસમાં ચોંકાવનારો ખુલાસો: 5 વર્ષમાં 68 લાખ કિલો બનાવટી ઘીનો પુરવઠો

તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ'

તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ'
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)માં પ્રસાદ તરીકે અપાતા લાડુમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને મોટો ધક્કો લાગ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પાંચ વર્ષ સુધી ચાલ્યું કૌભાંડ: SITની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ઓર્ગેનિક ડેરી દ્વારા 2019 થી 2024 વચ્ચે તિરુપતિ મંદિરને આશરે 68 લાખ કિલોગ્રામ નકલી ઘી પહોંચાડવામાં આવ્યું હતું. બજાર કિંમત મુજબ, આ નકલી ઘીનું મૂલ્ય લગભગ રૂ. 250 કરોડ જેટલું થવા જાય છે.
કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ? રિપોર્ટ મુજબ, ડેરીના પ્રમોટરો પોમિલ જૈન અને વિપિન જૈને દૂધનો એક ટીપું પણ ખરીદ્યા વગર આ આખું કૌભાંડ આચર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે:
ડેરીએ ક્યારેય સ્થાનિક દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ કે માખણની ખરીદી કરી ન હતી.
તેના બદલે, ડેરીએ અન્ય કંપનીના નામે દિલ્હી સ્થિત આયાતકારો પાસેથી મોટા પ્રમાણમાં 'પામ ઓઈલ અને પામ કર્નલ ઓઈલ' ખરીદ્યું હતું.
આ તેલને મોનોડિગ્લિસરાઈડ્સ, એસેટિક એસિડ એસ્ટર, લેક્ટિક એસિડ, બીટા કેરોટીન અને આર્ટિફિશિયલ ઘી એસેન્સ જેવા વિવિધ રસાયણો સાથે ભેળવીને 'નકલી દેશી ઘી' બનાવવામાં આવતું હતું.
કૌભાંડને છુપાવવા માટે ડેરી પ્રમોટરોએ નકલી દૂધ ખરીદી અને ચૂકવણીના રેકોર્ડ્સ પણ ઊભા કર્યા હતા.
તપાસ અને ધરપકડ: ગયા વર્ષે આ મામલો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે CBIને તપાસ સોંપી હતી. SITએ આ કેસમાં રસાયણો પૂરા પાડનાર મુખ્ય આરોપી અજય કુમાર સુગંધની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓ સામે તપાસ ચાલુ છે. આ ધાર્મિક સંસ્થાને છેતરવાના કૃત્યથી સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ