વિજય હજારે ટ્રોફી: હાર્દિક પંડ્યાની તોફાની સદી
રાજકોટમાં હાર્દિક પંડ્યાએ માત્ર 68 બોલમાં સદી ફટકારી વિદર્ભ સામે બરોડાને ઉગાર્યું

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા
વિજય હજારે ટ્રોફી: હાર્દિક પંડ્યાએ રાજકોટમાં મચાવી ધમાલ, માત્ર 68 બોલમાં ફટકારી આક્રમક સદી
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફી 2025-26માં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટિંગમાં આતશબાજી કરી છે. બરોડા તરફથી રમતા પંડ્યાએ વિદર્ભના બોલરોની જોરદાર ધોલાઈ કરી માત્ર 68 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી.
મુશ્કેલ સમયે સંભાળી બાજી :
જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા મેદાનમાં ઉતાર્યા ત્યારે બરોડાની સ્થિતિ અત્યંત નાજુક હતી. ટીમે માત્ર 71 રનમાં પોતાની 5 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. સાતમા નંબરે બેટિંગમાં આવેલા પંડ્યાએ શરૂઆતમાં સંયમપૂર્વક રમત રમી હતી, પરંતુ ત્યારબાદ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે 39મી ઓવરમાં સ્પીનર પાર્થ રેખાડેના બોલ પર 5 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને એક જ ઓવરમાં 34 રન ઝૂડી કાઢ્યા હતા.
રેકોર્ડબ્રેક ઇનિંગ :
હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર ઇનિંગ દરમિયાન કુલ 93 બોલમાં 133 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેમણે 11 ગગનચુંબી છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં આ તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ અગાઉ તેમનો શ્રેષ્ઠ સ્કોર ઓસ્ટ્રેલિયા સામે 92 રન અણનમ હતો. લાંબા સમય બાદ 50 ઓવરના ફોર્મેટમાં પરત ફરેલા હાર્દિકે પોતાની ફિટનેસ અને ફોર્મની સાબિતી આપી દીધી છે.
બરોડાનો પડકારજનક સ્કોર :
હાર્દિક પંડ્યાની આ વિસ્ફોટક બેટિંગના દમ પર બરોડાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 293 રનનો મજબૂત સ્કોર બનાવ્યો છે. વિદર્ભ તરફથી વાય.આર. ઠાકુરે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ હાર્દિકના આક્રમણ સામે વિદર્ભના બોલરો લાચાર દેખાતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.