ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલ પર વરસાદનું સંકટ
ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલ: મુંબઈમાં 'રિઝર્વ ડે' પર પણ વરસાદની 55% સંભાવના

ફાઈનલ પર વરસાદનું સંકટ

ફાઈનલ પર વરસાદનું સંકટ
આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ માટે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે, પરંતુ આ મહત્ત્વપૂર્ણ મુકાબલા પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટાઇટલ મેચ રવિવારે (2જી નવેમ્બર) નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાવાની છે.
મુખ્ય દિવસે 63% વરસાદની શક્યતાહવામાન વિભાગના અંદાજ મુજબ, રવિવાર, 2જી નવેમ્બરના રોજ નવી મુંબઈમાં વરસાદ પડવાની સંભાવના 63 ટકા જેટલી ઊંચી છે. આગાહી અનુસાર, સવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ બપોરના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા વધુ છે.
ક્રિકેટના ચાહકો માટે આ ખરેખર નિરાશાજનક સમાચાર છે, કારણ કે જો મેચના દિવસે ઓછામાં ઓછી 20 ઓવરની રમત શક્ય નહીં બને તો ફાઇનલનું પરિણામ જાહેર કરવું મુશ્કેલ બની શકે છે.
રિઝર્વ ડે પણ સુરક્ષિત નથી!ચાહકોની અને ટીમોની ચિંતાને ધ્યાનમાં રાખીને, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ફાઇનલ માટે સોમવાર, 3જી નવેમ્બરને 'રિઝર્વ ડે' તરીકે નક્કી કર્યો છે.
જો રવિવારે મેચ અધૂરી રહે, તો તે રિઝર્વ ડેના દિવસે ત્યાંથી જ ફરી શરુ થશે જ્યાં તે અટકી હતી. નિયમ મુજબ, એકવાર ફાઇનલમાં ટોસ થઈ જાય, પછી મેચને લાઇવ ગણવામાં આવશે.
જો કે, ચિંતાજનક વાત એ છે કે, રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ નવી મુંબઈમાં વરસાદની શક્યતા 55 ટકા જેટલી છે! સોમવારે પણ મોટેભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની અને ક્યારેક ક્યારેક વરસાદ પડવાની આગાહી છે.
હવે જોવાનું એ રહે છે કે શું ભારતીય મહિલા ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકશે, કે પછી મેચની મજા વરસાદ બગાડશે. ક્રિકેટ ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે આ બંને દિવસો દરમિયાન વરુણ દેવતા મેચમાં વિક્ષેપ ન પાડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!