કોહલીને બૂમો પાડી છતાં ન રોકાયો, લાગે મામલો ગંભીર!
કોહલીએ કેક સેલિબ્રેશન અવગણ્યું, રોહિત-ગંભીરની 'ગંભીર' ચર્ચા; ટીમમાં બધું બરાબર નથી?

વનડે જીત્યા છતાં ડ્રેસિંગ રૂમમાં તણાવ

વનડે જીત્યા છતાં ડ્રેસિંગ રૂમમાં તણાવ
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં કારમી હાર બાદ ભારતીય ટીમે પ્રથમ વનડેમાં શાનદાર વાપસી કરીને મહેમાનોને ૧૭ રનથી હરાવ્યા. કેપ્ટન કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ તેમજ કુલદીપ યાદવ અને હર્ષિત રાણાની ઘાતક બોલિંગના સહારે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જશ્નનો માહોલ બન્યો. જોકે, જીત બાદના કેટલાક વાયરલ વીડિયો અને વિઝ્યુઅલ્સ પરથી એવા સવાલો ઉઠી રહ્યા છે કે ટીમની અંદરનો માહોલ તણાવપૂર્ણ છે.
કેપ્ટનનું સેલિબ્રેશન, કોહલીની અવગણનાશુભમન ગિલની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળી રહેલા કેએલ રાહુલની આગેવાનીમાં જીત મળ્યા બાદ ટીમ હોટેલ પરત ફરી હતી. જીતની ઉજવણી કરવા માટે રાહુલ કેક કાપી રહ્યો હતો અને ટીમના તમામ ખેલાડીઓ ત્યાં હાજર હતા.
Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025
સેલિબ્રેશન સમયે પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી લોબીમાંથી પસાર થયો હતો.
કોહલી કેએલ રાહુલને કેક કાપતો જોઈ રહ્યો હોવા છતાં, તે ત્યાં ઊભો ન રહ્યો અને સેલિબ્રેશનમાં સામેલ ન થયો.
આ દરમિયાન તેને વારંવાર 'વિરાટ સર, વિરાટ સર' કહીને બૂમો પાડવામાં આવી, પરંતુ તે પોતાની ધૂનમાં લીન થઈને અવગણીને સીધો એલિવેટર તરફ આગળ વધી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ સાથે જ ડ્રેસિંગ રૂમ અને હોટેલ લોબીમાંથી અન્ય વિઝ્યુઅલ પણ વાયરલ થયા છે, જેણે ડ્રેસિંગ રૂમના માહોલ પર સવાલો ઉભા કર્યા છે.
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા હોટેલના લોબી એરિયામાં બેસીને કોઈ ટોપિક પર 'ગંભીર' ચર્ચા કરતા દેખાયા હતા. આ પહેલા પણ મેચ પૂરી થયા બાદ ડ્રેસિંગ રૂમમાં બંને બેટિંગ કોચ સિતાંશુ કોટક સાથે વાતચીત કરતા દેખાયા હતા.
એક અન્ય ક્લિપમાં વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો છે અને કાચની બીજી બાજુ ગૌતમ ગંભીર દેખાય છે. જોકે, કોહલી તેની નજીક પહોંચતા જ મોબાઈલ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે અને ગંભીરને સંપૂર્ણપણે અવગણીને આગળ વધી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ ક્લિપ્સ એવા સમયે વાયરલ થઈ રહી છે જ્યારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી, રોહિત અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે બધું બરાબર નથી. અહેવાલો મુજબ, રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકર તેમજ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે એક કોચ અને ખેલાડી તરીકે જરૂરી વાતચીત થતી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.