પ્રથમ ટેસ્ટ: સાઉથ આફ્રિકા સામે ભારતનો 30 રને પરાજય
ભારતીય ટીમ માત્ર 93 રનમાં સમેટાઈ, સ્પિનર હાર્મરે 8 વિકેટ ઝડપી; ગિલ ઈજાગ્રસ્ત

ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ

ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું હતું. મેચનો નિર્ણય ત્યારે આવ્યો જ્યારે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 93 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાના સ્પિનર હાર્મરે આ મેચમાં કુલ 8 વિકેટો ઝડપીને ભારતની હારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
લીડ છતાં બેટિંગનો ધબડકો
મેચની શરૂઆત સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમબા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા થઈ હતી.
પ્રથમ ઇનિંગ: સાઉથ આફ્રિકાની ટીમ 159 રન પર ઓલ આઉટ થઈ હતી. જવાબમાં ભારતીય ટીમે કે એલ રાહુલના સૌથી વધુ રનની મદદથી 189 રન બનાવ્યા અને 30 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી. ભારતે 9 વિકેટે આ સ્કોર બનાવ્યો હતો, કારણ કે કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થવાના કારણે બેટિંગ કરી શક્યો નહોતો.
બીજી ઇનિંગ: સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ 153 રનમાં સમેટાઈ ગઈ. આ સાથે જ ટીમ ઇન્ડિયાને જીતવા માટે માત્ર 124 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, ભારતીય બેટિંગ લાઇન-અપ ધબડકો થતાં માત્ર 93 રનમાં સમેટાઈ ગઈ અને સાઉથ આફ્રિકા 30 રનથી વિજેતા બન્યું.
કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત
મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલને ઈજા થતાં તે મેચમાંથી બહાર થઈ ગયો છે. BCCI દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, કોલકાતામાં ટેસ્ટ મેચના બીજા દિવસે શુભમન ગિલને ગરદનમાં ઈજા પહોંચી હતી. ઈજાના કારણે તેને મેદાન પર જ 'રિટાયર્ડ હર્ટ' થવું પડ્યું અને સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તે હોસ્પિટલમાં જ છે અને BCCIની મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી છે. ગિલની ગેરહાજરીમાં રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.