પ્રયાગરાજની ઘટના માટે કોણ જવાબદાર સરકાર કે પ્રજા
પ્રયાગરાજની ઘટના બનાયા બાદ હાલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વાર અયોધ્યા અને ચિત્રકુટમાં પણ ભીડને લઈ હાઈ એલર્ટ આપાયુ પણ પૂર આવ્યા બાદ પાળ બાંધી સરકાર શું સાબિત ...

કોણ જવાબદાર સરકાર કે પ્રજા

કોણ જવાબદાર સરકાર કે પ્રજા
પ્રયાગરાજમાં મૌની અમાસની રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં અત્યાર સુધીમાં લગભગ 30 થી વધારે લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે 60 થી વધારે ગંભીર રીતે ધાયલ થયા છે. આ ઘટના બન્યા બાદ હાલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વાર અયોધ્યા અને ચિત્રકુટમાં પણ ભીડને લઈ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ સરકાર દ્વાર મૃતકોના પરિવારને 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું સરકાર માત્ર મૃતકના પરિવારજનોને સાત્વના અને પૈસા આપીને છુટી જવા માંગે છે.
સરકાર દ્વાર આ કુંભમાં ટેકનોલોજી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવાની વાતો ખુબ જ બઢી ચઢીને કરવામાં આવી હતી. પણ આ એક ઘટનાએ સરકારના તમાત દાવાઓ પોકળ સાબીત કરી દીધા છે. જ્યારે સરકાર ખુદ મૌની અમાસના દિવસે કુંભ મેળામાં 10 કરોડ લોકોના આવાવનું અનુમાન કરી રહી હતી. ત્માયારે જો માત્ર 4 કરોડ લોકોના આગમનથી જ આ પરિસ્થિતી હોય, તો પછી જો ખરેખર આંકડો દસ કરોડ પાર ગયો હોત તો તે પરિસ્થિતીની કલ્પના પણ કરવી મુશ્કેલ હોત. કદાચ મૃતકોનો આંકડો 100 ને પણ પાર પહોચી ચુક્યો હોત.
તો બીજી તરફ સ્થળ પર હાજર રહેનારાઓ યાત્રીકોની જો વાત સાંભળવામાં આવે તો પ્રસાસન દ્વારા માત્ર VVIP ઓ માટે જ તમામ સુવીધાઓ કરવામાં આવી છે. જ્યારે સામાન્ય જનતાને તો ઘક્કા અને પગપાળા જ હેરાનગતિ સહન કરવાની છે. તો કેટલાક શ્રદ્ધાળુઓને તો માત્ર આ સરકારનો એક આંકડો વધારવાનો જ સ્ટંટ ગણાવ્યો હતો. કેટલાક લોકોએ તો ત્યા સુધી પણ જણાવ્યું હતું કે સામાન્ય લોકોને તો 15 થી 20 કિલોમીટરની પગપાળા યાત્રા કર્યા બાદ સંગમમાં સ્નાન કરવા મળે છે, એને તમણે સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જો VIP છેક સંગમ સુધી જઈ શકતા હોય તો પછી સામાન્ય લોકોને એટલે દુરથી કેમ ચલવા માચે મજબુર કરવામાં આવે છે. જો સામાન્ય માણસ ચાલીને આવતો હોય તે પછી VIP ને પણ ચાલીને જ આવાવું જોઈએ કેમ કે મહાકુંભ તો તમામ માટે સરખોજ ગણાય છે તો પછી આ પ્રમાણેના ભેદભાવ કેમ.
કુંભ મેળામાં નાસભાગની આ પહેલી ધટના નથી આ પહેલા પણ અનેક વાર કુંભમેળા દરમ્યાન નાસભાગની ઘટના બની ચુંકી છે છતા સરકાર કે પ્રસાસને તેમાથી શીખ લઈને કોઈ ચોક્કસ પગલા લેવાની તસ્દીના લીધી. આ પહેલા 1954 માં યોજાયેલા પ્રયાગરાજના કુંભમેળામાં મૌની અમાસના દિવસે જ ભાગદોડ મચી હતી જેમાં 800 લોકો માર્યા ગયા હતા. તો 1986 માં હરિદ્વારમાં યોજાયેલા કુંભ દરમિયાન પણ નાસભાગ મચી હતી જેમાં 200 લોકોના મોત થયા હતા, અને આ ઘટના VIP મુવમેન્ટ દરમિયાન જ બની હતી. તો નાસિકમાં 2003 માં યોજાયેલા કુંભમાં પણ નાસભાગ મચી હીતી જેમાં 39 લોકોના મોત અને 100 થી વધારે લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2010 માં હરિદ્વારમાં યોજાયેલા કુભમાં શાહી સ્નાન દરમિયાન ભાગદોડ થઈ હતી જેમાં 7 ના મોત અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો આ પહેલા 2013 માં પ્રયાગરાજમાં યોજાયેલા અર્ધ કુભમાં રેલવે સ્ટેશન પર ભાગદોડની દુર્ધટના સર્જાય હતી જેમાં અંદાજે 42 લોકોના મોત થયા હતા.
જ્યારે સરકારને ખબર છે કે કુંભમાં 10 કરોડ લોકો આવવાની સંભાવના છે અને એટલા લોકોને હેન્ડલ કરવાની ક્ષમતા તેમની પાસે નથી તો આગમચેતીના ભાગ રુપે કેમ કોઈ પગલા લેવામાં ન આવ્યા. શુ સરકાર દ્વારા આ પ્રાકરની કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હતી. કે પછી સરકારને માત્ર VVIP ને ખુસ કરવામાં રસ છે. બાકી જનતાને તો તે રામ ભરોસે છોડી દે છે. તેવુ આ ઘટન પરથી પ્રતિત થાય છે.
જો કે સરકારને હવે આત્મજ્ઞાન થતા VVIP મુવમેન્ટને બંધ કરી અને રસ્તાઓને વન વે બનાવવામાં આવ્યો છે તો વાહનોના પ્રવેસ પર પણ રોક લગાવાવમાં આવી છે. પણ આ બધુ તો પૂર આવ્યા બાદ પાળ બાંધવા જેવું છે, હવે ગમે તેટલી સાવચેતી રાખે તો પણ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને તે પાછા મળવાના નથી. તો બીજી તરફ સરકાર ન્યાયીક તપાસની વાત કરે છે તો અમને એટલું જ કહેવાનું કે અરે ભાઈ જો તમે પહેલા જ ચોક્કસાઈથી કામ કર્યું હોત અને વીઆપી ને સાચવવામાં ન રહ્યો હોત તો આ બધુ કરવાની જરુરજ ન પડત. ખેર હવે તો જાગ્યા ત્યારથી સવાર ગણાય મોડે મોડે પણ સરકાર જાગી તો ખરી, નહીં તો હજુ કેટલાયના ભોગ લેવાણા હોત.....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું