દેશમાં ક્યારે અટકશે અત્યાચાર...
દેશમાં દિવસે ને દિવસે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે પહેલા મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત ન હોતી પણ હવે તો તે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી, આજે એવી જ કેટલ ...

દેશમાં ક્યારે અટકશે અત્યાચાર...

દેશમાં ક્યારે અટકશે અત્યાચાર...
સૌથી પહેલા વાત કરી એ તેલંગાણાના હૈદરાબાદની... હૈદરાબાદમાં હત્યાનો એક એવો બનાવ બન્યો છે જેનાથી આખો દેશ ચોંકી ઉઠ્યો છે. હત્યાના આરોપીએ પોલીસને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી એ તેની પત્નીની હત્યા કરી પછી તેના શરીરના નાના ટુકડા કર્યા અને ત્યારબાદ તે ટુકડાઓને પ્રેશર કૂકરમાં ઉકાળીને તળાવમાં ફેંકી દીધા હતા. પણ આરોપીના કબૂલાતથી હજુ પોલીસને કોઈ પ્રકારની પુષ્ટિ થઈ નથી.. પોલીસના જણાવ્યા અનુસાર, એ ટુકડા એટલી હદે કરવામાં આવ્યા હતા કે, પોલીસ તેને ગણી પણ શકી નથી.
રાજકોટમાં જૂની અદાવતમાં યુવતી પર એસિડ ફેંક્યું...આખી વાત જાણે એમ છે કે, રાજકોટના સોખડા ગામમાં એસિડ એટેકની ઘટના સર્જાઈ છે. આરોપીની મહિલાની ભત્રીજી સાથે સગાઈ થઈ હતી. જો કે, લગ્ન થાય તે પહેલાં જ યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગયી.. ત્યારે આ શખ્સે અદાવત રાખીને મહિલાને તેની ભત્રીજીનું એડ્રેસ પૂછવાના બહાને બહાર બોલાવી આવેશમાં આવીને એસિડ એટેક કર્યો હતો. આ દુર્ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. આરોપીએ મહિલા પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો છે.
હવે હૈદરાબાદની વાત કરતાં પણ કંપારી આવી રહી છે જો તમે સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 21 વર્ષીય યુવકે કથિત રીતે તેની ગર્ભવતી પત્નીની શંકાના આધારે હત્યા કરી નાખી. તેને તેની પત્ની એટલી હદે આડેધડ માર માર્યો કે, મહિલાના ગર્ભમાંથી સાત માસનો ભ્રૂણ નીકળી ગયો.
પોલીસના જણાવ્યા અનુસાર, તે યુવકની પત્ની સૂતી હતી ત્યારે આવેશમાં આવીને તેને તેના પેટ પર બેસીને ઓશીક વડે તેનું ગળું દબાવી ને હત્યા કરી તે દરમિયાન તેને લગાવેલા દબાણ ને કારણે આરોપીની પત્નીનું સાત માસનું ભરું પણ બહાર નીકળી ગયું.. અને બંનેનું ઘટના સ્થળે જ મોત થયું..
આ તમામ કિસ્સાઑ સાંભળી ને તમને શું લાગી રહ્યું છે સ્ત્રીઓ ક્યા સુરક્ષિત છે ઘર માં કે બહાર.. હજુ ઘણા બધા એવા કિસ્સા છે જેમાં ઘણી પીડિતા ને ન્યાય નથી મળ્યો અને ઘણી પીડિતાની ફરિયાદ પણ નોંધવામાં આવી નથી..ઘણા પરિવારમાં શરમ અનુભવીને ફરિયાદ લખાવવા માટે નથી જતાં જેના કારણે આવા રાક્ષસોને ઉડવા માટે પાંખો મળી જાય છે. ઘણા કેસમાં ન્યાય મળે તે પહેલા દેશની દિકરીઓનું પ્રાણ પંખેરુ ઊડી જાય છે.. બેનિફિટ ન્યુઝ કહી રહ્યું છે કે શું થયું કેટલી પીડિતાને ન્યાય મળ્યો...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું