ભારતીય ટીમને વિરાટ કોહલીનો વિકલ્પ શોધવાની જરૂર ખરી!
ભારતીય ટીમના કેટલાક ખિલાડીઓના પ્રદર્શન પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ જેમના પરફોર્મન્સથી ટીમમાં ઉત્સાહ અને પોઝિટિવ વાતાવરણ ઉત ...

વિરાટ કોહલીનો વિકલ્પની જરૂર?

વિરાટ કોહલીનો વિકલ્પની જરૂર?
પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમની પરફોર્મન્સ વિષે કેટલાક સવાલો અને ચિંતાઓ ઉઠી છે. ભારતીય ટીમના કેટલાક ખિલાડીઓના પ્રદર્શન પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ જેમના પરફોર્મન્સથી ટીમમાં ઉત્સાહ અને પોઝિટિવ વાતાવરણ ઉત્પન્ન થયું છે.
ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા, હવે ફરીથી ફોર્મમાં પરત આવ્યા છે. કટકમાં રમાયેલી 2જી ODI મેચમાં રોહિતે 90 બોલ પર 119 રનની અદ્ભુત પારી રમી હતી, જેમાં 12 ચોકા અને 7 સિક્સનો સમાવેશ હતો. આ પરફોર્મન્સે ટીમને જીત તરફ દોરી જઈને એ દર્શાવ્યું કે રોહિત શર્મા હજુ પણ શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેમજ, વનડે ક્રિકેટમાં 7 સિક્સ ફટકારીને તેણે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડી એક ઐતિહાસિક સિધ્ધી પ્રાપ્ત કરી હતી.
શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે પહેલી ODI મેચમાં 87 રનની આકર્ષક પારી સાથે ટીમને જીત તરફ આગળ ધપાવ્યું. બીજી મેચમાં પણ તેણે 60 રન બનાવીને પોતાની ફોર્મ પરત મેળવી. આ પ્રકારના પરફોર્મન્સથી, ગિલે ટીમના મજબૂતીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.શ્રેયસ એયરે પણ પહેલી મેચમાં પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેણે પોતાનું શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટિમ માટે સકારાત્મક સંકેત આપ્યા હતા.
ત્યાં બીજી તરફ, વિરાટ કોહલીના પ્રદર્શન પર ભારે ચિંતાઓ ઉઠી રહી છે. "કિંગ" તરીકે ઓળખાતા કોહલી, જેનાથી ભારતીય ટીમને ઘણીવાર નીરાશા સાંપડી છે, તે હાલ સારા ફોર્મમાં જોવા ન મળતા ટીમ ઈંડ્યાની ચીંતામાં વધારો થયો છે. જો છેલ્લી 10 મેચોમાં, કોહલીએ માત્ર 196 રન બનાવ્યા છે, જે એક વિશ્વવિખ્યાત ખિલાડી માટે ખુબ શરમજનક સ્કોર ગણાય છે. જો કોહલી પોતાના ફોર્મ પરત નહીં ફરે તો ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ભારતીય બોલરોના પ્રદર્શન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. મહમદ સમી, જેમણે ઈજાના પછી ફરીથી ટીમમાં પરત ફર્યો છે તેમના પરફોર્મન્સને હવે ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે છે. ઉપરાંત, હર્ષિત રાણાએ પણ પોતાના ઓડીઆઈ ડેબ્યુમાં શાનદાર પરફોર્મન્સ કરીને પોતામાં રહેલી ક્ષમતાને ટીમ સમક્ષ મુકી એક વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે.
કપ્તાન રોહિત શર્મા 11,000 વનડે રન બનાવવાથી માત્ર 13 રનની દૂરી પર છે. તે ત્રીજી ODI માં આ મહત્ત્વના મિલેસ્ટોનને પાર કરી શકે છે. જે રોહીતને પોતાના પરકફોર્મન્સમાં વૃદ્ધિ કરવા માટે એક બુસ્ટર રુપ સાબીત થશે,
ભારતીય ટીમ માટે, ટૂર્નામેન્ટના આ ચિંતાજનક ક્ષણોમાં, ખાસ કરીને વિરાટ કોહલીના પ્રદર્શન ચિંતાનો વિષય બની શકે છે, જો ખેલાડીઓ ફોર્મમાં પરત આવે અને ટીમમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી ટીમને જીત તરફ અગ્રેસર બનાવે. ચેમ્પિયન ટ્રોફી માટે હાલ ટીમને સંપૂર્ણ આત્મબળ અને સાવધાની સાથે તૈયારી કરવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું