પોલીસ ન્યાય કરે તો ન્યાયતંત્ર શાના માટે?
પોલીસના વધતા દંડાત્મક પગલાં સામે ન્યાયતંત્ર અને સમાજના મૌન પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે

વેજલુપરના ફતેહવાડી વિસ્તારમા કાયદા વ્યવસ્થા ભંગ કરનારાઓને મેથીપાક આપ્યા પછી પોલીસે સરઘસ કાઢ્યું

વેજલુપરના ફતેહવાડી વિસ્તારમા કાયદા વ્યવસ્થા ભંગ કરનારાઓને મેથીપાક આપ્યા પછી પોલીસે સરઘસ કાઢ્યું
આજકાલ માત્ર સોશીયલ મીડીયા જ નહીં વાસ્તવમાં Before and After ની લહેર ચાલી રહી છે. સમાજ, સરકાર અને માધ્યમો પોલીસની આવી પોસ્ટ લાઇક કરી વધાવી રહી છે. ભલેને પછી તે કામગીરી દેશની સર્વોચ્ચ અદાલતે જારી કરેલી માર્ગદર્શિકાનો છેદ કેમ ન ઉડાડતી હોય.
https://x.com/AhmedabadPolice/status/1870495032488443984
જે રીતે સમાજ પોલીસને દંડો મારવાની છૂટ આપી રહી છે, એના કારણે એવી શંકા જઇ રહી છે કે સમાજને ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે કે પછી તે કાંગારુ કોર્ટને માન્યતા આપવા માંગે છે. જે સમાજ આજે પોલીસને છૂટ આપે છે, તેજ સમાજ આવતીકાલે જાતે છૂટ લેવા માંડશે અને જાતે જ ન્યાય તોળવા માંડશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ સર્જાશે, તેની આ રાજ્યની પોલીસ ને, રાજ્ય સરકાર કે રાજ્યના ન્યાયતંત્રને સહેજ પણ ચિંતા છે ખરી.
https://x.com/BenefitNews24/status/1871793886819193336
જે સમાજ અને માધ્યમ પોલીસની આવી કામગીરીને વધાવે છે, કદાચ તે સમાજ ભૂલી ગયો છે કે પોલીસનું કામ પ્રિવેન્ટિવ પોલિસિંગનું છે, એટલે ગુન્હા રોકવાનું છે. તેની જગ્યાએ ગુન્હા થયા પછી આરોપી પકડીને ખૂબ મોટી બહાદુરીનું કામ કર્યું હોય તેમ પોલીસ કસ્ટડીમાં લઇ મેથીપાક આપે છે, એટલું જ નહીં તેના સરઘસ કાઢે છે. આરોપીઓ ચાલી ન શકે, છતાં ચલાવી પોલીસ જાતે વિડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે, હજારો નાગરીકો તેને લાઈક કરે, કેટલાક શેર કરે કે retweet કરી, પોલીસને પાનો ચડાવે છે.
https://x.com/AhmedabadPolice/status/1870495032488443984
મજાની વાત તો એ છે કે જે લુખ્ખાઓ એકલ દોકલ પોલીસને ગાંઠતા ન હોય, અને તે વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થાય એટલે આખું પોલીસ ફોર્સ આવા તત્વોને શોધવા માંડે, પકડે, પછી પોલીસ કસ્ટડીમાં બરાબર મેથી પાક આપે, તેના સરઘસ કાઢે, આવા લુખ્ખા તત્વો કે અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘર પણ તરત મળી આવે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ સાથે મળીને તેમના નિવાસસ્થાન તોડી પાડવામાં આવે છે. જે પણ સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં મૂકેલા સ્ટેનું ઉલ્લંઘન કરીને થાય છે.
ગુજરાતીમાં કહેવત છે નબળો ધણી બૈરી પર શૂરો, એવું જ કંઈક અહિ પણ છે, બાહુબલી ને હાથ ન અડાડી શક્તિ અને ગુન્હા રોકવામાં નિષ્ફળ પોલીસ, નાના આરોપીઓને પકડી, હાથ સફાઈ કરી પોતાને મર્દ સાબિત કરવાની કોશિશ કરે છે. તેમાં પણ ચોક્કસ ધર્મનો જો કોઇ નાનો આરોપી પકડાયો, તો તે એવી રીતે ધોલાઇ કરવામાં આવે જાણે કપડા ધોતા હોય. પાછા તે જ ધર્મનો બાહુબલી આરોપી હોય તો તેની સર્વિસ છોડો, તેને VVIP ટ્રીટમેન્ટ પણ આજ પોલીસ આપે.
પાછા તેમાં પણ નાત-જાતના નિયમ તો ખરા જ, કેટલાક રંગના ખેસ પહેરતા હોય તેને ગમે તેટલો મોટો ગૂન્હો કેમ ન કર્યો હોય, તેમ હાથ અડાડવો તો દૂર, તેમની આગતા સ્વાગતા કરતાં આ પોલીસ કર્મીઓ થાકતાં નથી, રૂપીયા ૫૦૦ કરોડથી ૬૦૦૦ કરોડ સુધીનું લોકોનું કરી જાય, તેવા નેતાનું લાલ જામ પર સ્વાગત કરવાનું બાકી રાખે છે. એમના કોઇ વરઘોડા કાઢતા નથી.
આવા જ વ્હાલા દવલાની નીતિ બળાત્કારીઓ માટે પણ સામાન્ય બળાત્કારીને સામાન્ય અડદિયો અને મસાલાવાળો પાક ચખાડે છે. પરંતુ જો તેવું કૃત્ય કોઇ રાજકીય નેતા, કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલી વ્યક્તિ તો તેના વિશે માહિતી આપવાનું પોલીસ ટાળે અને તેને છાવરવાની કોશીષ કરે છે, આ પોલીસ.
બિજી દુખદ ઘટના એ છે કે સામાન્ય રીતે કોઇ પણ ગૂન્હામાં પકડાયેલા આરોપી જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે તો જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટનો પહેલા સવાલ ગુન્હેગાર એ હોય છે કે તમારા સાથે પોલીસે કોઇ ગેરવર્તન તો નથી કર્યું, શું આ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીઓને તેમના સામે રજૂ થયેલા આરોપીઓ ચાલી નથી શકતા, એ દેખાતુ નથી, તે એક સવાલ છે, અને દેખાય છે તો કોર્ટ પણ કેમ ચૂપ છે.
હાઇકોર્ટ કે દેશની સર્વોચ્ચ અદાલતે સામાન્ય રીતે માધ્યમના અહેવાલના આધાર મોટી ઘટના સુઓમોટો પીટીશન કરી કાર્યવાહી ચલાવતી હોય છે, ગુજરાત હાઇકોર્ટમાં બેઠેલા એક પણ જજ સુધી પોલીસ અત્યાચાર નો વિડિયો કેમ નથી પહોંચ્યો, કે સોશિયલ મિડિયામાં આટલુ ચાલે છે, કેમ તમને નથી દેખાતું, કે પછી કાનૂનની દેવીની આંખ પરથી પટ્ટી હટાવી દીધી છતાં ન્યાયની દેવી હજુ કશું દેખાતુ કેમ નથી.
જે ચાલી રહ્યું છે તે એક ન્યાયીક વ્યવસ્થા માટે પડકાર સમાન હોવા છતાં, દેશ અને લોકશાહીના ચારેય સ્તંભે ગાંધારીની જેમ આંખે પટ્ટી બાંધી લઇ, કશું જ ન દેખાતું હોય, તેવો ડોળ કરી રહ્યાં, તેનો મતલબ એ છે નજીક નહીં તો લાંબા ગાળે કુરુક્ષેત્ર થશે તે નક્કી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું