"મહિલા સુરક્ષા કે લિંગભેદ? યુપી મહિલા આયોગના પ્રસ્તાવ પર વિવાદ"
મહિલાઓને માત્ર મહિલાઓ જ ટચ કરી શકે, પછી તે દરજી, જિમ ટ્રેનર કે હજામ હોય શકે છે

उत्तर प्रदेश महिला आयोग का कार्यलय

उत्तर प्रदेश महिला आयोग का कार्यलय
મહિલા સુરક્ષા અતિ આવશ્યક છે. સ્ત્રી સાથે વધતા અત્યાચાર રોકવા જોઇએ. પરંતુ મહિલાઓ પુરૂષના સંપર્કમાં આવે છે, એટલે તેના સાથે અત્યાચાર વધે છે, કે તેના કારણે અનૈતિક સંબંધો વધે છે, તેવી ધારણાને આધારે બેડ ટચની નવી વ્યાખ્યા કરવી કેટલી વ્યાજબી. નવી વ્યાખ્યા તો ઠીક તેના આધારે ફતવો બહાર પાડવા માટે મુસદ્દો પણ તૈયાર કરવો, શું તે જરૂર છી અને છે તો માત્ર કેટલીક જ સેવાઓ કેમ આવરી લેવાય, શું બીજી સેવાઓના વ્યવસાયીઓ સ્ત્રી સાથે દુર્વ્યવહાર, અત્યાચાર, જાતીય શોષણ કે સ્ત્રી પર પુરુષ બૂરી નજર નથી નાખતાં.
ઉત્તર પ્રદેશના મહિલા આયોગે બેડ ટચનો એક મુસદ્દો તૈયાર કર્યો છે. આ મુસદ્દો પ્રમાણે મહિલાના દરજી મહિલા જ હોવા જોઈએ, મહિલના જિમ ટ્રેનર મહિલા જ હોવા જોઈએ. મહિલાના હજામ પણ મહિલા જ હોવા જોઈએ. આમાંથી કોઇ સેવા મહિલા પુરુષ પાસેથી લેવા માંગતા હોય તેમણે લેખિતમાં સંમતિ આપવી પડશે.
આ વાંચીને આશ્ચર્ય નહી આઘાત લાગ્યો છે કે પશ્ચિમી સંસ્કૃતીનો ડર છુપાવવા, સ્ત્રી સુરક્ષા વધારવાના નામે, ક્યાંક હિન્દુસ્તાની જુનવાણી પ્રથા પાછલા બારણે ઘુસાડવાનો નવતર પ્રયોગ તો નથી થઇ રહ્યો ને, લાગે તો કંઇક એવું જ છે. ઉત્તરપ્રદેશના મહિલા આયોગ આ મુસદ્દો સર્વપ્રથમ તો દેશના બંધારણે દરેક નાગરિકને આપેલા સમાન અધિકાર ને છીનવી રહ્યા છે. સરકાર કોણ છે નક્કી કરવા વાળી કે સ્ત્રીએ કઇ સેવા પુરુષ કે સ્ત્રી પાસેથી લેવી. એક પુખ્ત વયની સ્ત્રીને તેનો જીવનસાથી પસંદ કરવાની છૂટ બંધારણે આપી છે, પરંતુ ઉત્તર પ્રદેશના મહિલા આયોગનુ માનવું છે કે મહિલા ભલે જીવનસાથી પસંદ કરે પણ તેમના દરજી, હજામ, જીમ ટ્રેઇનર મહિલા જ હોવી જોઇએ અને તે સરકાર કાયદાથી નક્કી કરશે.
ઝાંસીની રાણીની મહિમા ગાવી છે, માં અંબા, માં દુર્ગા કે શક્તિની આરાધના કરવી છે, પરંતુ બેડ ટચ અ સુરક્ષાના નામે મહિલાને પુરુષ થી દુર રાખવી છે. મહિલા આયોગનું માનવું છે કે આમ કરવાથી મહિલાઓ વધુ સુરક્ષિત થઈ જશે, મહિલાઓ ખોટા રસ્તે નહી ચડે,અનૈતિક સંબંધોમાં નહીં પડે.
સવાલ સાથે આ પણ થાય છે કે શાં માટે આ ત્રણ સેવાઓ જ મહિલા આપશે, કેમ આયોગે એવું ન વિચાર્યું કે હવે તબીબ વિજ્ઞાનની ગાયનેકોલોજીસ્ટ શાખાનો અભ્યાસક્રમ માત્ર મહિલાઓ માટે અનામત રાખવી, કેમ કે મહિલાને સ્પર્શની વાત આવે તો ગાયનેક તબિબે વધુ સ્પર્શ કરવો પડે છે, જે એક દરજી કરતાં પણ વધારે સંવેદનશીલ અંગો છે.
મહિલાઓ માટે સૌથી જોખમી વ્યવસાય કહો તો વ્યવસાય કે સેવા કહો તો સેવા રાજકારણ છે. જ્યાં મહિલા કાર્યકર કે મહિલા નેતાઓ સાથે જાતીય દુર્વ્યવહાર કે શારીરિક શોષણ વધારે થાય છે. ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ બબિતા ચૌહાણે આ વ્યવસાય માટે કોઈ સૂચન ન કર્યું, કરી શક્યા હોત જેમ કે મહિલા કાર્યકર આવે તો મહિલા નેતા જ મળશે, કે મહિલા પાંખના કાર્યક્રમમાં પુરુષ નેતાઓ હાજરી નહી આપી શકે, કે પક્ષના કાર્યક્રમમાં પુરુષોનું ફૂલોથી સ્વાગત મહિલાઓ નહીં જ કરે. પક્ષના કાર્યક્રમમાં મહિલા કાર્યકર કે નેતાથી પુરુષ કાર્યકર કે નેતાઓ ઓછામાં ઓછું આટલું અંતર રાખવું જ પડશે.
મહિલા આયોગે મુસદ્દા માં ત્રણ સેવા વિશે વાત કરી પરંતુ તેમાં ફિલ્મી જગત વિશે વાત નથી કરી, કેમ? આ ક્ષેત્રના પુરુષ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કે શોષણ નથી કરતા, કે તે પડદા કે નાટ્ય મંચ કે પડદા પાછળ બેડ ટચ નથી કરતા, કે આયોગની દ્રષ્ટિએ આ ક્ષેત્રના પુરુષો વધારે શરીફ છે.
બેડ ટચ અને મહિલા સુરક્ષાની ચિંતા કરતાં કરતાં કો-એજ્યુકેશન, કો-વર્કિંગ પર કોઈ નવો ફતવો બહાર પાડવા રાજ્ય સરકારો વચ્ચે હોડ ન જામે. જાણે અજાણે મહિલા સુરક્ષાના નામે ધીમા ઝેરની જેમ પહેલા પડદા પ્રથા અને લાજ કાઢવાની પ્રથાઓ પુનઃ પ્રસ્થાપિત કરવામાં મહિલાઓ જ આગળ ન આવે.
બબિતાજીએ આ મુસદ્દો તૈયાર કરતા સમયે એક થાપ ખાઈ ગયાં, સજાતીય સંબંધો વિશે. આયોગે જે મુસદ્દો તૈયાર કર્યો જેમાં ત્રણ સેવાઓ મહિલા જ મહિલાને આપી શકે, અગર સરકાર તેને કાયદાનું સ્વરૂપ આપીને તેના કારણે સ્ત્રીઓમાં સમલૈંગિક સંબંધોનો વધારો થાય, તો તેના જવાબદાર કોણ રહેશે. તેને આપણે ગુડ ટચ કહેશું કે બેડ ટચ.
મહિલા આયોગ છે એટલે મહિલા સુરક્ષાની જ વાત વિચારી, પરંતુ આજના સમયકાળમાં બાળકો, યુવાન અને પુરુષો પણ સ્ત્રીના બેડ ટચના શિકાર થાય છે, તેની સુરક્ષા વિશે કોણ વિચારશે.
આ મુસદ્દો મહિલા સુરક્ષા કરતા વધારે જુનવાણી પ્રથા કેવી રીતે પુનઃ અમલમાં લાવી શકાય તેનો પ્રયોગ વધારે દેખાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું