કોલંબિયામાં ટેક-ઓફના 9 મિનિટમાં જ પ્લેન ક્રેશ
13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સાથેની સટેના એરલાઇન્સની ફ્લાઇટ પહાડી વિસ્તારમાં તૂટી પડી

કોલંબિયામાં પ્લેન ક્રેશ

કોલંબિયામાં પ્લેન ક્રેશ
2025માં શરુ થયેલો વિમાન ક્રેશનો કાલ હજુ શમ્યો નથી અને 2026 શરુ થતા જ અન્ય વિમાન ક્રેશના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોલંબિયામાં એક મિની પ્લેન ક્રેશ થતા
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર-પૂર્વીય વિભાગ નોર્ટે ડી સેન્ટેન્ડરમાં 15 લોકોને લઈને જઈ રહેલું એક વિમાન ક્રેશ થતા તેમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા છે. આ વિમાનમાં કોલંબિયાના જાણીતા સાંસદ ડાયોજીન્સ ક્વિન્ટેરો પણ સવાર હતા.
સંપર્ક તૂટતા દુર્ઘટના:
સત્તાવાર માહિતી મુજબ, સરકારી એરલાઇન 'સટેના' (Satena) દ્વારા સંચાલિત આ વિમાને બુધવારે સવારે 11:42 વાગ્યે કુકુટાના કેમિલો ડાઝા એરપોર્ટ પરથી ઓકાના જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ મુજબ, ટેક-ઓફ કર્યાની માત્ર 9 મિનિટ બાદ જ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
કોલંબિયાની સિવિલ એરોનોટિક્સ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે સર્ચ ઓપરેશન દરમિયાન લા પ્લેયા ડી બેલેનના ગ્રામીણ વિસ્તારમાંથી વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બરમાંથી કોઈ પણ જીવિત બચ્યું નથી.
કોણ હતા સાંસદ ડાયોજીન્સ ક્વિન્ટેરો?
સાંસદ ક્વિન્ટેરો વર્ષ 2022થી નેશનલ લેજિસ્લેચરના સભ્ય હતા. તેઓ કોલંબિયાના 2016ના શાંતિ કરાર હેઠળ હિંસાના ભોગ બનેલા પીડિતોનું પ્રતિનિધિત્વ કરતી 16 બેઠકોમાંથી એકનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની પાર્ટી 'U' એ તેમને એક સમર્પિત નેતા અને સેવાભાવી લોકસેવક ગણાવ્યા છે.
પરિવહન મંત્રી મારિયા ફર્નાન્ડા રોજાસે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તપાસના આદેશ આપ્યા છે. હાલમાં અકસ્માતના ચોક્કસ કારણો જાણી શકાયા નથી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?