નોબેલ શાંતિ પુરસ્કાર અન્ય કોઈને સોંપી શકાય?
મારિયા કોરિના મચાડોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને અર્પણ કર્યો

નોબેલ શાંતિ પુરસ્કાર

નોબેલ શાંતિ પુરસ્કાર
ઓસ્લો સ્થિત નોર્વેજીયન નોબેલ સમિતિએ શુક્રવારે એક મહત્વનું નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર હંમેશા તે વ્યક્તિ કે સંસ્થા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો રહે છે જેને તે અધિકૃત રીતે એનાયત કરવામાં આવ્યો હોય. આ સ્પષ્ટતા ત્યારે આવી જ્યારે 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાડોએ વ્હાઈટ હાઉસની મુલાકાત દરમિયાન પોતાનો મેડલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો.
નોબેલ શાંતિ પુરસ્કાર ક્યારેય પાછો ખેંચી શકાતો નથી
સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૌતિક મેડલ, ડિપ્લોમા અથવા ઈનામની રકમ ભલે ગમે તેને દાન કરવામાં આવે કે વેચવામાં આવે, પરંતુ ઈતિહાસમાં સત્તાવાર વિજેતા તરીકે માત્ર મૂળ પ્રાપ્તકર્તાનું નામ જ નોંધાયેલું રહેશે. સમિતિના જણાવ્યા અનુસાર, નોબેલ શાંતિ પુરસ્કાર ક્યારેય પાછો ખેંચી શકાતો નથી, વહેંચી શકાતો નથી અથવા અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકાતો નથી.
મચાડોને એનાયત કરવામાં આવ્યો હતો
ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ મેડલ સ્વીકારવાની પુષ્ટિ કરતા મારિયા મચાડોનો આભાર માન્યો હતો અને તેને પરસ્પર સન્માનનો અદભૂત સંકેત ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતે 8 યુદ્ધો રોકવાના પ્રયાસોના આધારે ગયા વર્ષના નોબેલ પુરસ્કાર માટે દાવેદારી કરી હતી, પરંતુ અંતે તે મચાડોને એનાયત કરવામાં આવ્યો હતો.
સત્તાવાર રેકોર્ડમાં વિજેતા તરીકે તેમનું જ નામ અકબંધ
નોબેલ બોડીએ જણાવ્યું હતું કે, મેડલના ઉપયોગ પર કોઈ નિયંત્રણો નથી અને ભૂતકાળમાં પણ વિજેતાઓએ તેમના મેડલ વેચ્યા કે આપ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે. મચાડોને વેનેઝુએલામાં લોકશાહી અધિકારો અને સરમુખત્યારશાહી સામેની લડત માટે આ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, જે તેમણે હવે ટ્રમ્પને સમર્પિત કર્યો છે, જોકે સત્તાવાર રેકોર્ડમાં વિજેતા તરીકે તેમનું જ નામ અકબંધ રહેશે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો