ફરીદાબાદમાં ચાલતી વેનમાં મહિલા દુષ્કૃત્યનો ભોગ બની
અઢી કલાક સુધી નરાધમોએ ઘોર પાપ કર્યું; રાત્રે 3 વાગ્યે મહિલાને રસ્તા પર ફેંકી આરોપીઓ ફરાર.

ચાલતી વેનમાં મહિલા દુષ્કૃત્યનો ભોગ

ચાલતી વેનમાં મહિલા દુષ્કૃત્યનો ભોગ
નવા વર્ષની પૂર્વસંધ્યાએ હરિયાણાના ફરીદાબાદમાં એક અત્યંત ખૌફનાક અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક 28 વર્ષીય પરિણીત મહિલાને ચાલતી વેનમાં અઢી કલાક સુધી બંધક બનાવી બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. આટલી ક્રૂરતા બાદ આરોપીઓએ મહિલાને લોહીલુહાણ હાલતમાં ચાલતી ગાડીમાંથી રસ્તા પર ફેંકી દીધી હતી.
ઘટનાની વિગત મુજબ, સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ આ 28 વર્ષીય મહિલા ઘરે જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક વેન ત્યાં આવી ઊભી રહી હતી અને તેમાં સવાર બે યુવાનોએ મહિલાને સુરક્ષિત રીતે ઘરે મૂકી જવાની લાલચ આપી ગાડીમાં બેસાડી હતી. જોકે, ઘરે લઈ જવાને બદલે આરોપીઓ ગાડીને ગુડગાંવ રોડ તરફ દોડાવી ગયા હતા.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ અઢી કલાક સુધી ચાલતી વેનમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના વિરોધ છતાં નરાધમો અટક્યા નહોતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાત્રે અંદાજે 3 વાગ્યે, આરોપીઓએ SGM નગરના રાજા ચોક પાસે મહિલાને ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી દીધી હતી. આ પછડાટને કારણે મહિલાના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી.
મહિલાએ કોઈ રીતે પોતાની બહેનને ફોન કરીને જાણ કરતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પીડિતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેના ચહેરા પર 10થી 12 ટાંકા લેવા પડ્યા છે. હાલ પીડિતાની હાલત સ્થિર છે પરંતુ તે આઘાતમાં હોવાથી તેનું વિગતવાર નિવેદન નોંધવાનું બાકી છે.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ગુનામાં વપરાયેલી વેન પણ જપ્ત કરી છે. પીડિતા ત્રણ બાળકોની માતા છે અને પારિવારિક વિવાદને કારણે તેના પતિથી અલગ રહે છે. આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ