26 નવેમ્બરે કેમ મનાવાય છે બંધારણ દિવસ, શું છે ખાસ?
રાષ્ટ્રીય કાયદા દિવસથી બંધારણ દિવસ સુધીની સફર અને તેનું મહત્વ

શું થયું હતું 26 નવેમ્બરના રોજ

શું થયું હતું 26 નવેમ્બરના રોજ
ભારતમાં દર વર્ષે ૨૬ નવેમ્બર નો દિવસ ભારતીય બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. જોકે આ દિવસને અગાઉ રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ હવે તે બંધારણ દિવસ (Constitution Day) તરીકે ઉજવાય છે. આ દિવસે દેશભરની શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.
બંધારણનો સ્વીકાર અને અમલભારતનું બંધારણ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ઔપચારિક રીતે સ્વીકારવામાં આવ્યું હતું. જોકે, તે ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતીય બંધારણની રચનામાં કુલ ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો.
રાષ્ટ્રીય કાયદા દિવસથી બંધારણ દિવસશરૂઆતમાં, ૨૬ નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવવાનો વિચાર પૂર્વ સાંસદ એલ.એમ. સિંઘવી દ્વારા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ૧૯૭૯માં તેમના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પરિણામે, ૨૦૧૫ સુધી આ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઓળખાતો હતો.
જોકે, ઓક્ટોબર ૨૦૧૫માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે હવેથી ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકારે ૧૯ નવેમ્બર, ૨૦૧૫ ના રોજ આ અંગેનું ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું હતું.
આમ, ૨૬ નવેમ્બર ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણને સમર્પિત છે, જે દેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવામાં તેના મહત્વને દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ