G-20 સંમેલનથી Gen-Z સુધી...
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધ્યું, ભારતની નવીનતા-કૃષિ-સંસ્કૃતિના રંગો ભર્યા

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધ્યું

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 128મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. નવેમ્બર મહિનાની પ્રેરણાઓથી શરૂઆત કરતાં પીએમ મોદીએ બંધારણ દિવસ, વંદે માતરમના 150 વર્ષ, અયોધ્યામાં ધર્મધ્વજા આરોહણ, કુરુક્ષેત્રમાં પાંચજન્ય સ્મારકના લોકાર્પણથી લઈને ભારતની નવીનતા અને યુવા શક્તિની વાત કરી.
ભારતે બનાવ્યો ઐતિહાસિક ખાદ્યાન્ન ઉત્પાદનનો રેકોર્ડપીએમ મોદીએ ગર્વથી જણાવ્યું, “આ વર્ષે ભારતે કૃષિ ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશે 357 મિલિયન ટન ખાદ્યાન્નનું ઉત્પાદન કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.” તેમણે ખેડૂતોને આ સફળતા માટે શુભેચ્છા પાઠવી.
યુવાનોની નવીનતા: મંગળ જેવી પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડ્યુંપીએમ મોદીએ ISROની એક ડ્રોન સ્પર્ધાનો વીડિયો શેર કર્યો. પુણેની યુવા ટીમે મંગળ જેવી પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કર્યો. “ઘણી વખત ડ્રોન પડ્યું, ક્રેશ થયું, પણ યુવાનોએ હાર ન માની અને આખરે સફળતા મેળવી,” એમ કહીને પીએમએ યુવા શક્તિની પ્રશંસા કરી.
ભારતનો મધમાખી પાલનનો વારસોઉત્તરાખંડમાં ઔલી, મુનસ્યારી, ચોપટા, દિયારા જેવા સ્થળો લોકપ્રિય બન્યા. પિથોરાગઢમાં 14,500 ફૂટથી વધુ ઊંચાઈએ ‘આદિ કૈલાશ અલ્ટ્રા મેરેથોન’ યોજાઈ, 18 રાજ્યોના 750થી વધુ એથ્લીટ્સે ભાગ લીધો.
પીએમ મોદીએ કહ્યું, “નવેમ્બરે ઘણી પ્રેરણાઓ આપી. ભારતના નવા વિચારો, નવીનતા અને યુવા શક્તિનું પ્રતિબિંબ આખા મહિનામાં દેખાયું.” આ સાથે વર્ષ 2025નો અંતિમ ‘મન કી બાત’ પૂરો થયો. આવતા મહિને નવા વર્ષની નવી શરૂઆત સાથે ફરી મળીશું, એમ કહીને વડાપ્રધાને વિદાય લીધી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ