નજીવી બાબતે પોલીસે મરેલા લાફાથી માસૂમ બેહોશ!
યુપીમાં મોટરસાઇકલમાં હવા ભરવાની ના પાડતા કોન્સ્ટેબલે બાળક પર હાથ ઉગામતા ગ્રામજનોમાં રોષ..

પોલીસે મરેલા લાફાથી માસૂમ બેહોશ

પોલીસે મરેલા લાફાથી માસૂમ બેહોશ
ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના બિલ્સી વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની અમાનવીયતા સામે આવી છે. તપાસ માટે ગામમાં પહોંચેલા આરક્ષીએ રમત-રમતમાં વ્યસ્ત 6 વર્ષના માસૂમ બાળકને જોરદાર લાફો ઝીંકી દેતા બાળક ઘટનાસ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સેંકડો લોકોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ સર્જ્યો હતો. એક નાનકડી બાબત પર પોલીસની માસૂમ આમ તૂટી પડવું અમાનવીય અને અયોગ્ય છે.
ઘટનાની વિગતો મુજબ, બાંસ બરૌલિયા ગામમાં એક ફરિયાદની તપાસ માટે બે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. આરોપ છે કે, તપાસ દરમિયાન કોન્સ્ટેબલ વિકાસ યાદવે રાજપાલ નામના વ્યક્તિના 6 વર્ષના પુત્ર આયુષને મોટરસાઇકલમાં હવા ભરવા કહ્યું હતું. બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો કે, "પપ્પા ઘરે નથી એટલે હવા નહીં ભરી શકાય." આ સાંભળી ઉશ્કેરાયેલા કોન્સ્ટેબલે માસૂમ બાળકને ગાલ પર જોરદાર તમાચો મારી દીધો હતો, જેના આઘાતથી બાળક બેભાન થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ થતા જ આખું ગામ હિલોળે ચઢ્યું હતું અને વજીરગંજ-બિલ્સી માર્ગને પૂરેપૂરો બ્લોક કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ એસપી ગ્રામીણ (SPRA) ડો. હિરદેશ કઠેરિયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલાની ગંભીરતાને પારખીને એસપી ગ્રામીણે તાત્કાલિક અસરથી આરોપી કોન્સ્ટેબલ વિકાસ યાદવને સસ્પેન્ડ કરી દીધો છે.
અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે બાળકો સાથે આવું અશોભનીય વર્તન જરાય સહન કરવામાં આવશે નહીં. હાલ આ સમગ્ર મામલાની તપાસ સીઓ બિલ્સીને સોંપવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસની સામાન્ય જનતા અને ખાસ કરીને બાળકો પ્રત્યેની સંવેદનશીલતા પર મોટા સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિક નેતાઓએ પણ પીડિત પરિવારની મુલાકાત લઈ દોષિત પોલીસકર્મી સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી જેના લીધે વિકાસ યાદવને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ