ઈન્ડિગોની 400થી પણ વધુ ફ્લાઇટ્સ રદ્દ
કેન્દ્રીય મંત્રીએ આ કટોકટીનું કારણ ક્રૂ રોસ્ટરિંગની સમસ્યા ગણાવ્યું છે

ઈન્ડિગો

ઈન્ડિગો
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને સતત સાતમા દિવસે આ સંકટ યથાવત રહ્યું છે. આજ રોજ પણ દેશના અનેક એરપોર્ટ્સ પર મુસાફરોને ફ્લાઇટમાં વિલંબ અને મોટાપાયે કેન્સલેશનનો સામનો કરવો પડ્યો છે. સિવિલ એવિએશન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું કે, આ સંકટ ક્રૂ રોસ્ટરિંગ અને આંતરિક પ્લાનિંગ સિસ્ટમમાં સમસ્યાઓના કારણે સર્જાયું છે, જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોમાં હજારો ફ્લાઇટ્સ રદ્દ થઈ છે.
ન્ડિગોની 5,000થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
આજે 400થી વધુ ઈન્ડિગો ફ્લાઇટ્સ કેન્સલ થઈ હોવાના અહેવાલ છે. જોકે, એરલાઈન ધીમે-ધીમે તેના શેડ્યૂલને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. રવિવારે આશરે 1,650 ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે શનિવારે આ સંખ્યા 1,578 હતી. આ મહિનામાં અત્યાર સુધીમાં ઈન્ડિગોની 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થઈ ચૂકી છે.
આ પણ વાંચો: ઈન્ડિગો ફ્લાઈટ: DGCAની નોટિસ અને સરકારના કડક પગલાં
ઈન્ડિગોના સંકટનો મામલો સંસદ
ઈન્ડિગોમાં આ સંકટનો મામલો આજે સંસદમાં પણ ગાજ્યો, જ્યાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ આ મુદ્દો ઉઠાવીને સરકાર પાસેથી જવાબ માંગ્યો. સૌથી વધુ અસરગ્રસ્ત એરપોર્ટ્સમાં દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
ઈન્ડિગોની 134 ફ્લાઇટ્સ રદ્દ
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી આજે ઈન્ડિગોની 134 ફ્લાઇટ્સ રદ્દ થઈ છે, જેમાં 75 ડિપાર્ચર અને 59 અરાઈવલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ સિવાય, બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ 117 ફ્લાઈટ્સ રદ્દ થઈ છે. દિલ્હી એરપોર્ટે મુસાફરોને એડવાઇઝરી જારી કરીને વિનંતી કરી છે કે, તેઓ એરપોર્ટ જવા નીકળતા પહેલા તેમની ફ્લાઈટની સ્થિતિ ચોક્કસપણે ચકાસી લે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ