અંબરનાથ ફ્લાયઓવર પર અકસ્માત, 4ના મોત, 4 ઈજાગ્રસ્ત
ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા કાબૂ ગુમાવ્યો અને 4 વાહનોને ટક્કર મારી, જેમાં 4ના મોત અને 4 ઘાયલ

અંબરનાથ ફ્લાયઓવર પર અકસ્માતની ઘટના

અંબરનાથ ફ્લાયઓવર પર અકસ્માતની ઘટના
મહારાષ્ટ્રના અંબરનાથ ખાતે એક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના શુક્રવારે ફ્લાયઓવર પર બની હતી, જ્યારે શિવસેનાના સ્થાનિક ચૂંટણી-મંડળના ઉમેદવાર કિરણ ચૌબે તેમના સહાયકો અને ડ્રાઇવર લક્ષ્મણ શિંદે સાથે તેમની ચૂંટણી પ્રચાર યાત્રા માટે જઈ રહ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડ્રાઈવિંગ કરતી વખતે ડ્રાઇવર શિંદેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે કારે ફ્લાયઓવર પર કાબૂ ગુમાવ્યો હતો અને ડિવાઈડર ક્રોસ કરીને 4થી 5 અન્ય વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર ફ્લાયઓવર પર વિભાજક કૂદી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ દરવાજો તોડીને શિવસેનાના ઉમેદવાર કિરણ ચૌબેને બચાવ્યા હતા.
કાચ તોડીને ડ્રાઈવરને બહાર કાઢ્યો
સ્થાનિક રહેવાસીઓએ કાચ તોડીને કિરણ ચૌબેને કારમાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર જાહેર કરવામાં આવી હતી. કિરણ ચૌબે એ જણાવ્યું કે, તેમનો ડ્રાઈવર અચાનક ડ્રાઇવિંગ કરતી વખતે બેભાન થઈ ગયો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે કિરણ ચૌબેનો જીવ બચી ગયો, પરંતુ તેમના ડ્રાઈવર લક્ષ્મણ શિંદે, અને 2 સ્થાનિક યુવકો સુમિત ચેલાણી અને શૈલેષ જાધવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ પણ વાંચો: દુબઈ એર શોમાં પહેલીવાર તેજસ વિમાન ક્રેશ થયું
ઈજાગ્રસ્તો સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ અકસ્માતમાં મોટરસાઈકલ પર જઈ રહેલા સ્થાનિક મ્યુનિસિપાલિટી કર્મચારી ચંદ્રકાંત અનારકે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ફ્લાયઓવરની વચ્ચે પડી ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં તેમનું પણ મૃત્યુ થયું હતું. કિરણ ચૌબે, તેમના અન્ય 2 સહાયકો અમિત અને અભિષેક ચૌહાણ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે અને હાલમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ