ભારતમાં હવામાન વિભાગનું તીવ્ર ઠંડીનું એલર્ટ
ભારતમાં પારો ગગડ્યો-વડોદરામાં સૌથી ઓછું 14°C, રાજસ્થાન-મધ્યપ્રદેશમાં 10°Cથી નીચે તાપમાન..

દેશમાં ઠંડીનો ચમકારો

દેશમાં ઠંડીનો ચમકારો
ગુજરાતમાં કમોસમી વરસાદની વિદાય બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાતા લોકોએ સવાર-સાંજ ઠંડીનો અનુભવ કર્યો છે. હવામાનમાં આવેલા આ ઝડપી પલટાને કારણે ગુજરાતમાં ઠંડીનો પહેલો રાઉન્ડ શરૂ થયો છે.
વડોદરા સૌથી ઠંડું, અમદાવાદનો પારો પણ ગગડ્યો
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અન્ય મોટા શહેરોમાં પણ પારો નીચે ગયો છે. સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, કંડલા અને દીવ જેવા શહેરોમાં પણ તાપમાન 16 ડિગ્રીથી 17.6 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ગાંધીનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી આસપાસ પારો જોવા મળ્યો.
ઉત્તર ભારતમાં 'શીતલહેર'નું એલર્ટ
ગુજરાતની સાથે સાથે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 6થી 7 દિવસો માટે કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરી છે.
રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જેમાં સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મધ્યપ્રદેશ અને હરિયાણાના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 4થી 7 ડિગ્રી ઓછું રહેશે.
હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
IMD અનુસાર, તાપમાનમાં ઘટાડો થવાથી ઉત્તરપશ્ચિમ અને તેની આસપાસના મધ્ય ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ